સ્ત્રીધનને લઈને સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે કહ્યું કે, ‘સ્ત્રીધન પર ફક્ત સ્ત્રીનો જ અધિકાર છે. મહિલાના પરિવારના સભ્યો એટલે કે માતા કે પિતા પણ તે ધન માંગી શકતા નથી. દીકરીના લગ્ન દરમિયાન માતા-પિતાએ આપેલા ઘરેણાં તેઓ પાછા માંગી શકતા નથી. તાજેતરમાં એક કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્ત્રીધનને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે, 'મહિલા પાસે રહેલા સ્ત્રીધનનો માત્ર તેને જ અધિકાર છે. મહિલાના માતા-પિતા પણ તેને માંગી શકતાં નથી. દીકરીના લગ્ન દરમિયાન માતા-પિતાએ ઘરેણાં આપ્યો હોય તો પણ તેઓ પાછા માંગી શકતા નથી.
મહિલાએ છૂટાછેડા લીધા પછી પણ પિતા સ્ત્રીધન પાછું માંગી શકતા નથી.' પી. વીરભદ્ર રાવ નામના વ્યક્તિએ 1999માં તેની દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ પછી દીકરી અને જમાઈ બંને અમેરિકા જતા રહ્યાં હતા. તેવામાં લગ્નના 16 વર્ષ પછી દીકરીએ છૂટાછેડા લેવા માટે કેસ દાખલ કરતા અમેરિકાની લુઈસ કાઉન્ટી સર્કિટ કોર્ટે ફેબ્રુઆરી 2016માં પરસ્પર સહમતિથી છૂટાછેડાને મંજૂરી આપી હતી. જો કે, કરાર મુજબ પતિ-પત્ની વચ્ચે ઘર અને પૈસા બાબતે ચર્ચા થઈ હતી.
આ પછી રાવની દીકરીએ 2018માં બીજા લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ બાદ દીકરીના પિતાએ તેના પહેલા સાસરિયા પક્ષ વિરુદ્ધ FIR નોંધાવીને દીકરીના ઘરેણાની માંગણી કરી હતી. જ્યારે સાસરિયા પક્ષે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કરતાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. સાસરિયા પક્ષે હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર કરતાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને સંજય કરોલની બેન્ચે દીકરીના સાસરિયા પક્ષને રાહત આપી છે, ત્યારે કોર્ટે કહ્યું હતું કે, 'દીકરીના પિતાને કોઈ હક નથી કે સ્ત્રીધન પાછું મેળવવાની માંગ કરે. જેમાં માત્ર જે મહિલાનું ધન હોય તેને જ સ્ત્રીધનનો અધિકાર છે, કોઈ તેને શેર કરી શકતું નથી.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500