Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી દિલ્હી પાસે આવેલ યુ.પી.નાં નોઇડા અને ગાઝિયાબાદમાં હિંડન નદીએ પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યું

  • July 28, 2023 

નવી દિલ્હીમાં યમુના નદીએ જળસપાટીનો 45 વર્ષનો રેકોર્ડ વટાવતા ભયંકર પૂરની સ્થિતિ ઉભી થઇ છે. જોકે યમુનાનાં પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહયા છે ત્યારે નવી દિલ્હીની પાસે આવેલા યુ.પી.નાં નોઇડા અને ગાઝિયાબાદમાં હિંડન નદીએ પોતાનું રૌદ્ર સ્વરુપ બતાવ્યું છે. હિંડન નદીને સામાન્ય દિવસોમાં શોધવી પણ મુશ્કેલ લાગતી હતી તે ચોમાસામાં કાંઠાઓ વટાવીને ચો તરફ વહેવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નોઇડા અને ગાઝિયાબાદના નદી કિનારે વસેલા કોલોની વિસ્તારમાં પાણી ઘૂસવા લાગ્યા છે. નોઇડાનો ઇકોટેક-3 વિસ્તારમાં હિંડન નદીનું જળસ્તર વધવાથી હજારો કાર પાણીમાં તણાઇ ગઇ છે.



હિંડન નદીમાં છેલ્લા બે દિવસથી જળસ્તરમાં વધારો થઇ રહયો છે. તેમાં હવે ઘટાડો થાય તેવી શકયતા છે પરંતુ આર્થિક નુકસાન ખૂબ થયું છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનાં ઘર અને ઘર વખરી તણાઇ ગયા છે. સિટી પાર્ક સહિતનાં વિસ્તારો અને કેટલીક કોલોનીમાં હજુ પણ પાણી ભરાયેલું છે. એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા હિંડન નદી પર બનેલા રેલવે અને સડક પુલ પરથી જળકુંભીઓ તથા કચરો સાફ કરલામાં આવતા નજીકના કરહેડા ગામમાં પાણી એક ફૂટ જેટલું ઓછું થયું છે. પૂર ગ્રસ્ત ગ્રામીણ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application