દેશમાં બિહાર અને ઉત્તરપ્રદેશથી લઈને ગુજરાત સુધી દેશભરમાં ડિજિટલાઇઝેશનનાં વધતા વ્યાપની સાથે સાયબર ક્રાઈમ પણ ઝડપથી વધી રહ્યો છે. સાયબર અપરાધીઓ સતત તબાહી મચાવી રહ્યા છે. રાજ્યમાં સાયબર ગુનેગારો સામાન્ય હોય કે ખાસ VIP લોકોબધાને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. બિહારમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. આ વખતે સાયબર ગુનેગારોએ બિહારનાં મુખ્ય સચિવ અને IAS અધિકારી અમીર સુભાને સાયબર ફ્રોડના શિકાર બનાવ્યા છે. મુખ્ય સચિવના બેંક ખાતામાંથી 40 હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. નવાઈની વાત એ છે કે, જ્યારે આ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા હતા ત્યારે બેંકમાંથી મુખ્ય સચિવના મોબાઈલ પર OTP આવ્યો જ ન હતો, પરંતુ પૈસા ટ્રાન્સફર થયા બાદ મુખ્ય સચિવના મોબાઈલ પર ખાતાનું બેલેન્સ ઘટ્યાનો મેસેજ આવ્યો.
આ પછી મુખ્ય સચિવ આશ્ચર્યચકિત થઈ ગયા. ચોંકાવનારી વાત એ પણ છે કે, આ સાયબર હુમલો દર્શાવે છે રાજ્ય કક્ષાના આ ટોચનાં પદ પર બેઠેલા વ્યક્તિન ફોનમાં પણ સ્નિફિંગ થઈ શકે છે. મુખ્ય સચિવ અમીર સુભાની વતી તેમની સાથેની સાયબર ફ્રોડની માહિતી તાત્કાલિક ધોરણે ઈકોનોમિક ઓફેન્સ વિંગના યુનિટ હેઠળ ચાલતા સાયબર સેલને આપવામાં આવી હતી. આ પછી EOUની ટીમ સક્રિય થઈ. અજાણ્યા સાયબર ગુનેગારો વિરુદ્ધ FIR નોંધવામાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જોકે સચિવનાં જે એકાઉન્ટમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવામાં આવ્યા હતા તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે. પ્રારંભિક તપાસ દરમિયાન EOUએ શોધી કાઢ્યું છે કે પૈસા ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. EOUને તેની તપાસમાં જાણવા મળ્યું કે, સાયબર ગુનેગારોએ બે મોટી કંપનીઓની વેબસાઈટ પરથી ઓનલાઈન શોપિંગ કર્યું હતું. એમેઝોન પરથી હજારો રૂપિયાનો સામાન ખરીદાયો હતો. બીજી તરફ મોબી ક્વિકમાંથી આશરે 40 હજાર રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. EOUની ટીમે બંને કંપનીઓના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. Mobi Quickએ તરત જ સામાનની ડિલિવરી અટકાવી છે અને 40,000 રૂપિયાની રિકવરી સંભવ થઈ છે.
જોકે એમેઝોનની ટીમ સાથે વાત થઈ શકી નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સાયબર ગુનેગારોની સંપૂર્ણ કુંડળીની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી, સાયબર ફ્રોડ દ્વારા વીજળી બિલની મદદથી હાઈપ્રોફાઈલ લોકોને છેતરવાની વાત હતી, પરંતુ ખાતામાંથી સીધા પૈસા ઉપાડવાનો અને ખરીદી કરવાનો આ પહેલો મોટો કેસ છે. આ કિસ્સાએ સાબિત કર્યું કે સાયબર ગુનેગારો સામે કોણ છે તેની પરવા કરતા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500