Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ સહિતનાં શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધ્યું : આગામી તા.26 મેના રોજ ગુજરાતમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

  • May 24, 2023 

અમદાવાદ સહિતનાં શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંતએ જૂનનાં પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થઈ શકે છે વાવાઝોડુ જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.






સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તારીખ 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતનાં વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગ પ્રમાણે શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. લોકો પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે.






જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી. દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application