Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ : જિલ્લા પંચાયતની ૧ બેઠક માટે ૭૧.૯૧ અને તાલુકા પંચાયતની ૫ બેઠક માટે ૭૨.૮૧ ટકા મતદાન

  • October 04, 2021 

તાપી જિલ્લા ખાતે જિલ્લા પંચાયતની ૧ અને તાલુકા પંચાયતની ૫ બેઠકોની પેટાચૂંટણીનો ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતમાં ૬ વાગ્યા સુધી ૭૧.૯૧ ટકા મતદાન થયું હતું. જયારે ઉમેદવારોના ભાવિને મતદારોએ મતપેટીમાં સીલ કર્યા હતા જે તા.૦૫ના રોજ  મત ગણતરી બાદ ઉમેદવારોનું ભાવિ બહાર આવશે.

 

 

 

 

 

જ્યારે તાલુકા પંચાયતની ૫ બેઠકો માટે સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૭૨.૮૧ ટકા મતદાન થયુ હતુ. જેમાં વ્યારા તાલુકા પંચાયતની-૭ ઘાટામાં ૬૯.૪૪ ટકા, ૧૪-કેળકુઇમાં ૭૭.૯૯ ટકા, ૧-બાલપુરમાં ૬૯.૭૪ ટકા મતદાન થયુ હતુ. ડોલવણ તાલુકા પંચાયતની ૩-બેડારાયપુરામાં ૭૦.૨૭ ટકા મતદાન થયુ હતુ. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતનીએ ૧૩-ખેરવાડામાં ૭૭.૭૨ ટકા મતદાન થયુ હતુ. આમ, તાલુકા પંચાયતમાં ૭-ઘાટામાં ૨ અતિસંવેદનશીલ તેમજ ૧-બાલપુરમાં ૩ મથકો સંવેદનશીલ હોવા છતા શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયુ હતુ. આ પેટા ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ છેડાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસએ આ બેઠકો કબ્જે કરવા એડી ચોટીનો જોર લગાવ્યો હતું. જ્યારે તાલુકા પંચાયતની ૫ બેઠકોમાં કુલ ૨૫૪૦૬ માંથી ૧૮૦૪૬ લોકોએ મતદાન કર્યુ હતુ. જેમાં પુરુષ ૯૨૧૧ અને સ્ત્રી ૮૮૩૫ મતદારો નોંધાયા હતા.

 

 

 

 

 

નિઝર તાલુકા પંચાયતની શાલે-૧ બેઠક પર ભાજપે બિનહરીફ કબ્જો જમાવતા જ આ ચુંટણીમાં ભાજપનાં કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ઉત્સાહ વધ્યો હતો. જોકે, પોતાની બેઠકો કબ્જે કરવા તમામ ઉમેદવારોનાં સમર્થકોએ જીતનાં દાવા કર્યા છે. જેનું સ્પષ્ટ ચિત્ર મતગણતરી વેળાએ ૫મી ઓક્ટોબરનાં રોજ ઉભરી આવશે. જિલ્લા પંચાયતની બેઠક ૧૬-કરંજવેલમાં ૩ ઉમેદવારો માટે કુલ ૨૬ મતદાન મથકો પર ૩૪ ઇવીએમમાં મતદાન થયુ હતુ. આના માટે ૧૩૭ પોલિંગ સ્ટાફ અને ૫૯ પોલીસ કર્મી ફરજ પર રોકાયા હતા. તાલુકા પંચાયતની વ્યારાની ૩ બેઠકોમાં ૭ ઘાટામાં કુલ ૮, ૧૪ કેળકુઇમાં ૬, ૧-બાલપુરમાં ૭ મતદાન મથકો પર મતદાન થયુ હતુ. ડોલવણ તાલુકા પંચાયતની ૧ બેઠકની યોજાઈ રહેલ ચુંટણીમાં ૩-બેડારાયપુરમાં ૩ ઉમેદવારો માટે કુલ ૫, સોનગઢ તાલુકા પંચાયતની બેઠક ૧૩-ખેરવાડામાં ૩ ઉમેદવારો માટે કુલ ૭ મતદાન મથકો પર મતદાન થયુ હતુ. આ તાલુકા પંચાયતની ૫ બેઠકો માટે ૪૭ ઇવીએમમાં મતદાન માટે ૧૭૯ પોલીંગ અને ૭૪ પોલીસ સ્ટાફ ચુંટણી પ્રક્રિયા માટે મુકાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application