વ્યારા નગરમાં આવેલા કુંભારવાડમાં આવેલા શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે જેથી ગતરોજ સ્થાનિકો એકત્ર થઈ માર્કેટ અન્ય સ્થળે ખસેડવાની માંગ સાથે રસ્તો બંધ કરી દેતા મામલો ગરમાયો હતો. જયારે વ્યારા નગરના કુંભારવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટ આવેલું છે જે શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને સ્થાનિકો દ્વારા અવર-જવર કરવા માટે ખુલ્લી જગ્યા અને શાકભાજી માર્કેટને અન્ય સ્થળ ઉપર ખસેડવા માટે વ્યારા નગરપાલિકામાં ચારથી પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
વ્યારા નગરપાલીકા દ્વારા કુંભારવાડના વિસ્તારના શાકભાજી માર્કેટના પ્રશ્ને અંગે તાકિદે હલ કરે એવી માંગ ઉઠવા પામી હતી. જોકે, નગરપાલિકા દ્વારા કોઇ યોગ્ય કાર્યવાહી ન કરાતા મુશ્કેલી વધી જતા ગતરોજ કુંભારવાડના રહીશો એકત્ર થઇ ગયા હતા અને માર્ગ પર લાકડાની આડશ ઉભી કરી રસ્તો બંધ કરી દઈ શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે માંગ કરી હતી. જયારે બીજી તરફ નગરપાલિકામાં જાણ થતાં નગરપાલિકાના ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ અને નગરપાલિકાના કર્મચારી મલયભાઈ સ્થળ પર આવી ગયા હતા અને સ્થાનિકો અને માર્કેટના શાકભાજી વેચતા લોકો વચ્ચે નિરાકરણ લાવ્યા હતા જેમાં શાકભાજી વેચતા લોકોને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપતા તેઓ ત્યાંથી ખસી ગયા હતા. વ્યારા નગરપાલિકા દ્વારા કુંભારવાડા રહીશો અને શાકભાજી માર્કેટના વેપારીઓ વચ્ચે થતી બબાલ અટકાવવા માટે કાયમી નિકાલ લાવવો ખુબ જરૂરી બની ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application