ડોલવણ તાલુકાનાં પલાસીયા ગામના ખાખરી ફળિયામાં રહેતા સુરેશભાઈ ગુમાનભાઈ ગામીતનો 10 વર્ષીય પુત્ર જયલેશભાઈ ગામીત જે ગત તા.1 ઓક્ટોબરના રોજ ગુમ થતા તેની શોધખોળ કરવા છતા મળી ન મળતા પોલીસમાં ફરિયાદ કરેલ હતી. જોકે બાળકનો મૃતદેહ મંગળવારની મોડી સાંજે ગામ માંથી વહેતી નદીના કોઝવેમાંથી મળી આવ્યો હતો જયારે ગત તા.1 ઓક્ટોબરના રોજ જયલેશ તેના એક મિત્ર સાથે કોઝ વે માં નાહવા માટે ગયા હતા તે દરમિયાન બાળક ડૂબી જતા મોતને ભેટ્યો હતો. આમ, બાળકનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application