Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં 40 ફૂટના ડીપી રોડ ઉપરથી દુર કરવાની સ્થાનિકો દ્વારા કલેકટરને રજૂઆત

  • October 05, 2021 

વ્યારા નગરમાં વિકાસના નકશામાં મંજૂર થેયલ 40 ફૂટના ડીપી રોડમાં દબાણ હટાવી બીએસએનએલ ઓફિસથી વેગી ફળિયા સુધી રોડ સાઈડ ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરી દબાણ હટાવી વ્યારાના રોડ ખુલ્લો કરવા તાપી કલેકટરને રજૂઆત કરાઈ હતી. કલેક્ટરનાં આદેશ પછી આ દબાણ દૂર કરવા પાલિકાની નીતિને લઈ ફરી તાપી કલેક્ટરને ફરિયાદ થઈ છે. વ્યારાના રહીશ બ્રિજેશભાઈ કંસારાએ કલેકટરને લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વ્યારા પાલિકાનાં વિકાસ નકશામાં મંજૂર 40 ફૂટના ડીપી રોડમાં ગેરકાયદેસર કેબીનો તથા અન્ય દબાણો હટાવી બીએસએન ઓફીસથી વેગી ફળીયા તથા ઉનાઈ રોડથી વેગી ફળીયા સુધી રોડ સાઈડ પર ઉભા થયેલા કેબીનો દૂર કરી અન્ય દબાણ હટાવા ઝુબેશ કરી વ્યારાના રોડ રસ્તા ખુલ્લા કરવા સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆત કરી રહી છે છતાં પાલિકાને દબાણ દૂર કરવામાં રસ નથી. ગત તા.16/03/21નાં રોજ દબાણ હટાવવા માટે અરજી થઈ હતી. તેને લઈ કલેકટર કચેરીએથી ગત તા.09/06/21નાં રોજ ચીફ ઓફીસરને પગલા ભરવા નોટિસ મોકલી હતી.

 

 

 

 

 

વિકાસ નકશામાં મંજૂર 40 ફુટના ડીપી રોડમાં કેબીનો તથા અન્ય દબાણો આજદિન સુધી હટાવવાની ઝુંબેશ ચીફઓફિસરે પુરી કરી નથી. અગાઉ પાલિકા દ્વારા રોડ પર દબાણ હટાવવા માટે 7 દિવસ અને 5 દિવસની નોટીસ આપી હતી. આખરી નોટીસ 3 દિવસની આપી ત્યારબાદ 12 ઓગષ્ટનાં રોજ ફરી દબાણ દૂર કરવા રજૂઆત થઇ હતી અને હવે ફરી પાછું ગતરોજ કલેકટરને રજૂઆત કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application