સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી એક ટ્રક માં ક્રૂરતા પૂર્વક ઘેંટા બકરાં ભરી લઈ જ્વાઈ રહ્યા હોવાની માહિતી પોલીસને મળતા સ્ટાફ સાથે નવા આરટીઓ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને જે દરમિયાના બાતમી વાળી ટ્રક આવતા પોલીસે અટકાવી હતી અને ટ્રકમાં ક્રૂરતા પૂર્વક ખીંચોખીંચ 267 નંગ ઘેંટા-બકરાં ભરેલા મળી આવ્યા હતા.
મળતી માહિતી સોનગઢ પોલીસ સ્ટાફને મળેલ ટેલીફોનીક વર્ધીના આધારે ગુરુવારે રાત્રે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર જીજે/09/ઝેડ/3986 ને અટકાવી તપાસ કરતા ટ્રકમાં કુલ નંગ 267 જેટલા ઘેંટા-બકરાઓને ટ્રકની અંદર ખીચોખીચ અને ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે,પોલીસે આ મામલે ટ્રક ચાલક (1) કૈલાશભાઈ ભીમરાવભાઈ ગાયકવાડ નાઓ સહિત (2) નાઝીમભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી (3) અનીલભાઈ શામરાવ કાંબલે (4) રફીક રસીદ કુરેશી (5) તાતેરાવ ત્રેબંકરાવ ગાયતે તમામ રહે, જાલના-મહારાષ્ટ્ર નાઓની અટકાયત કરી પૂછ પરછ કરતા ઘેટા-બકરા ધ ઓલ કુરેશી ચર્મ ઉદ્યોગ સહકારી સર્વે નંબર 29 બ્લોક નંબર 33 તા.ચોર્યાસી જી.સુરત મંડળી લીમીટેડ પારડી કંદે થી ટ્રકના માલિક શબ્બીરભાઈ માલુભાઈ મુલતાની રહે, મોડાસા-અરવ્વલી નાઓએ ભરાવી આપી મહારાષ્ટ્રના જાલના ખાતે રહેતા મોહસીનભાઈ ઈસ્માઈલભાઈ કુરેશીએ મંગાવેલા હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી. જોકે પોલીસે ઘેટા-બકરા ખરીદનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે, સોનગઢ પોલીસે આ મામલે કુલ સાત કસુરવારો સામે ગુનો દાખલ કરી ઘેટા-બકરા અને ટ્રક સહિત કુલ રૂપિયા 18,35,000/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500