Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં પલાસીયા ગામમાંથી 10 વર્ષીય બાળક ગુમ થતા પોલીસ ફરિયાદ

  • October 06, 2021 

તાપીના ડોલવણ તાલુકાનાં પલાસીયા ગામે રહેતો 10 વર્ષીય કિશોર ગુમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડોલવણનાં પલાસીયા ગામે ખાખરી ફળિયામાં રહેતા સુરેશભાઇ ગુમાનભાઈ ગામીત કે જેઓ હીરા ઘસી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશભાઇનો 10 વર્ષીય પુત્ર જયલેશ ગામિત કે જે ગત તા.1 ઓક્ટોબરના રોજ ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેમજ સગાસંબંધીને ત્યાં તપાસ કરતાં કોઈ ભાળ ના મળી હતી. જયારે ગુમ થનાર જયલેશ રંગે ઘઉં વર્ણનો શરીરે મધ્યમ બાંધાનો તેમજ બોલવામાં તોતડાય છે અને ગુજરાતી તેમજ ગામીત ભાષા જાણે છે. જયલેશના પિતાએ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application