Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરનાં કુંભારવાડમાં શાકભાજી માર્કેટને 6 માસ સુધી બેસવા માટેની મંજૂરી અપાઈ

  • October 05, 2021 

વ્યારા નગરના કુંભારવાડમાં આવેલા શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. શાકભાજી માર્કેટના અન્ય સ્થળે ખસેડવા માટે બે દિવસથી સ્થાનિકો અને પાથરણાવાળાઓ સાથે બબાલ થઇ રહી હતી જેથી ગતરોજ કુંભારવાડના આગેવાનો અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ પાથરણાવારાના આગેવાનોએ વ્યારા મામલતદારની અધ્યક્ષતામાં વ્યારા નગરપાલિકા ખાતે બેઠક યોજી હતી, જેમાં હાલ વિવિધ સુરક્ષા અને સ્થાનિકોને નડતર રૂપ ન થાય એ રીતે કામકાજ કરી માર્કેટ 6 માસ સુધી સ્થળને વૈકલ્પિક રીતે યથાવત રખાયું હતું, જે દરમિયાન વ્યારા નગરપાલિકા શાકભાજી માર્કેટ માટે અન્ય વિકલ્પ શોધશે. વ્યારા નગરપાલિકા દ્વારા કુંભારવાડ શાકભાજી માર્કેટના પ્રશ્ને વહેલી તકે હલ કરે એવી માંગ ઉઠવા પામી હતી.

 

 

 

 

 

જોકે, નગરપાલિકા દ્વારા કોઇ યોગ્ય કામગીરી ન કરતાં મુશ્કેલી વધી જતા રવિવારના રોજ કુંભારવાડના રહીશો એકત્ર થઇ ગયા હતા અને માર્ગ પર લાકડાની આડશ ઉભી કરી રસ્તો બંધ કરી દઈ શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે માંગ કરી હતી. જયારે બીજી તરફ નગરપાલિકાને જાણ થતાં ઉપપ્રમુખ અને નગરપાલિકા કર્મચારી રવિવારે નિરાકરણ લાવ્યા હતા. ત્યારબાદ ગતરોજ ફરી કુંભારવાડના સ્થાનિકો અને માર્કેટમાં શાકભાજી વેચતા પાથરણાવાળાઓ સાથે ફરી રકઝક થતા મામલો બીચકયો હતો, જેને લઈ કુંભારવાડના આગેવાનો તેમજ પાથરણા તરફે આગેવાનોએ વ્યારા પાલિકાના હોલમાં વ્યારા મામલતદાર અને ચીફ ઓફિસરના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી અને એક કલાકની બેઠક બાદ બંને પક્ષે સમાધાન નીતિ અપનાવી હતી, જેમાં પાલિકા દ્વારા હાલ 6 માસ સુધી ત્યાં જ પાથરણાવાળા બેસવા દેવાશે. દરમિયાન પાલિકા દ્વારા અન્ય સ્થળની તજવીજ હાથ ધરશે સાથે કુંભારવાડના સ્થનિકોને અગવડ, ટ્રાફિકની સમસ્યા ન પડે અને ઘર્ષણ ન ઉભું થાય એ માટે બંદોબસ્ત પણ મુકવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application