વ્યારા ખાતેથી એક પરણિતાએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી જણાવેલ કે,મારા પતિ અન્ય સ્ત્રી સાથે વેલેન્ટાઈન-ડે મનાવવા ગયેલ છે જેમની સાથે ઝગડો થતા મારે મદદની જરૂર છે જેથી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી પત્ની અને અન્ય સ્ત્રીને સમજાવતાં મામલો શાંત પાડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમલગ્ન કરનાર મધુ (નામ બદલ્યું છે ) તેના પતિ સાથે રહેતા હતા છેલ્લા છ માસથી તેના પતિ ને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી તેઓની વચ્ચે અવાર નવાર ઝગડાઓ થતા હતા. મધુ હવે પ્રેમ લગ્નથી પસ્તાય છે તે પોતાના પિયર પણ જઈ શકતી નથી. વેલેન્ટાઈન-ડે હોવાથી તેના પતિ સ્ત્રી મિત્રને લઈ રીવેર ફ્રન્ટ ગયેલ તેથી મધુએ તેમને શોધી કાઢી અને અભયમને કોલ કરી પોતાની વ્યથા જણાવી હતી.
અભયમ ટીમે પતિને સમજાવેલ કે, હયાત પત્ની છે અને આ રીતે લગ્નેતર સબંધો રાખવા તે સામાજિક અને કાયદાકીય અપરાધ છે સ્ત્રી મિત્ર ને જણાવેલ કે, સામે ની સ્ત્રી પરણિત છે જેનું લગ્ન જીવન મુશ્કેલીમા મુકાયેલ છે અને આપ અપરણિત છો જેથી આવા સબંધો રાખવા યોગ્ય નથી. આ સબંધોથી ત્રણ વ્યક્તિને અસર થાય છે જેથી તેઓએ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી આ સબંધો ને પૂર્ણ વિરામ મુકીશુ. આમ 181 મહિલા હેલ્પલાઇન ની ટીમ તાપીએ સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500