સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતિ પૂર્વીબેન આર.પટેલના અધય્ક્ષ સ્થાને સોનગઢ ખાતે આદર્શ કન્યા શાળામાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જયારે શાળાનાં આચાર્ય શ્રીમતી જાનવીબેને પધારેલ મહેમાનનું શબ્દસુમન તથા પુષ્પગુચ્છથી સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથી એવા સોનગઢ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધીકારિ શ્રી એસ.બી.પરમાર સાહેબએ સૌને પૂજ્ય બાપુના જીવનને આત્મસાત કરી એમના જીવનને આપણે સંદેશ બનાવવાની અને એમના અગિયાર મહાવ્રતને જીવનમંત્ર બનાવવાની પ્રેરણાદાયી વાતો કહી હતી.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતી પૂર્વીબેન આર.પટેલે પણ ગાંધીજીના સત્ય, અહિંસા, પ્રેમ, સેવા, સ્વચ્છતાના મંત્રને જીવનમાં અપનાવવાની માનનીય વાતો કહી હતી. ત્યારબાદ શાળા પરિવારના કલાવૃંદે બાપુના પ્રિય ભજન ‘વૈષ્ણવજન’ તથા ‘રઘુપતિ રાઘવ’ જેવા ધૂનથી પૂજ્ય બાપુના સંભાર્યા હતા. વધુમાં ચિમકુવા શાળાનાં આચાર્યશ્રી પ્રદીપભાઈએ મા-બાપને ભૂલશો નહિ ભાવગીત રેલાવ્યું હતું. ત્યારબાદ રાણીઆંબા શાળાનાં નિવૃત શિકક્ષ ગણપતભાઈ ચૌધરીએ એમના તરફથી શાળાની બાળાઓને ઈડલીનું તિથીભોજન કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500