વાલોડ તાલુકાના ખાંભલા ગામે મંદિર ફળિયામાં સાત દિવસ અગાઉ દીપડીએ બકરાના બે બચ્ચા મારણ કરી જતા દીપડીને પાંજરૂ મારણ સાથે મુકવામાં આવ્યું હતું, જેમાં ગતરોજ સવારે શિકાર કરવા દીપડી આવતા પાંજરે પુરાઇ હતી. ખાંભલા ગામે આજદિન સુધી 10થી વધુ દીપડા પાંજરે પુરાયા છે. ગામમાં તથા ખેતરોમાં દીપડાની અવરજવર હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છીએ અને ખેતરોમાં પણ દીપડો દેખાતાં હોવાને લીધે લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થઈ રહ્યો હતો.
જેમાં આજથી સાત દિવસ અગાઉ મંદિર ફળિયામાં દીપડીએ આવી બકરીના બે બચ્ચાં ઉપર હુમલો કરી બે બચ્ચાનો શિકાર કરી જવાના ઘટના બની હતી, બે બચ્ચા દીપડી દ્વારા મારણ કરી જતા ખાંભલા ગામના હરસિંગભાઈની અરજીને આધારે દિપડાને પકડવા અને પાંજરે પુરાય તે હેતુથી વનવિભાગના અધિકારીઓને જાણ કરતાં વનવિભાગના કર્મચારીઓ અને ડબ્લ્યુસીસીબીના સભ્ય સાથે મળી ખાંભલા ગામે સાત દિવસ અગાઉ મંદિર ફળીયામાં આવી રૂબરૂ સ્થળ ચકાસણી કરી સાત દિવસ અગાઉ પાંજરું મુકવામાં આવ્યું હતું જેથી મારણ સાથે પાંજરું મુકવામાં આવતા ગતરોજ સવારે છ કલાકે મારણનો શિકાર કરવાની લાલચમાં પાંજરામાં આવતા દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી તેથી ડબ્લ્યુસીસીબીના સભ્યને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ સાથે સ્થળ પર આવી દીપડી હોવાની ઓળખ કરી દીપડીનો કબ્જો લઇ સવારે વાલોડ વનવિભાગની નર્સરી પર લાવવામાં આવી હતી ત્યારબાદ તેનું નિરિક્ષણ કરી દિપડીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાઢ જંગલમાં છોડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application