કુકરમુંડા તાલુકાનાં ઈટવાઈ ગામે આવેલ ખેતરોમાં કામ કરતા લોકો અને ખેડૂતોને દીપડો નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. આ વિસ્તારમાં આવેલ ખેતરોમાં વનવિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ ગામના લોકો દ્વારા ઉઠી છે. જયારે કુકરમુંડાના લોકો કેટલાક વિસ્તારોમાં દીપડાઓ નજરે પડી રહયા છે અને આ ખૂંખાર દીપડાઓના આંતકથી લોકોમાં, ખેડૂતો, અને મજૂરોમાં કે પછી પશુપાલન કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. જેથી પશુપાલન કરતા લોકો ખેતરોમાં ઘાસચારો લેવા કે ખેતરો કામકાજ કરતા મજુર લોકો ખેતરોમાં જવા માટે પણ ગભરાય રહયા છે. કુકરમુંડામાં અનેક વિસ્તારોમાં શેરડી, મકાઈ, કપાસ જુવાર, જેવા અનેક ઉભા પાકોઓના કારણે ખૂંખાર દીપડાઓ ખેતરોમાં અંદર ભરાયા હોવાની ફરિયાદ સાથે વનવિભાગ દ્વારા તરત પાંજરું મુકવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application