વ્યારા નગરમાં રહેતા અને આર્મીમાં ફરજ બજવતા આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિએ 17 વર્ષ ફરજ બજાવી સેવામાં નિવૃત થયા હતા. નિવૃત્તિ પછીનું જીવન પરિવાર સાથે વિતાવવા વ્યારા આવ્યા હતા. જેથી વ્યારામાં નિવૃત્ત આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતીનું ભવ્ય સ્વાગત વ્યારા ગ્રામજનો અને આગેવાનોએ ફૂલહાર કરીને તેમજ શાલ ઓઢાડીને કર્યું હતું. કિશોરભાઈએ દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં સમગ્ર કાનપુરા હિલોળે ચડ્યું હતુ અને ઉત્સવનો માહોલ સર્જાયો હતો. જોકે, નિવૃત્ત આર્મી જવાન કિશોરભાઈ પ્રજાપતિએ સ્વાગત સમારોહ પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવકોને હું જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને તેમને સેવામાં જોડાવા આહવાન કરું છુ તેમજ મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત સન્માન કર્યું હતું તે માટે આગેવાનો, યુવકો અને સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application