જુના કુકરમુંડા ગામ નજીક ગત તા.02 ઓક્ટોબરે સર્જાયેલા અકસ્માતમાં એક ઓટો રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા આડેધડ રીતે હંકારી સામેથી આવતી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર પ્રકારની ઈજા થતા તેને સારવાર માટે નંદુરબાર ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, નેવાળા રહેતા રાજેશભાઈ નાઈક (ઉ.વ.31) જે ગત તા.02 ઓક્ટોબરે બાઈક નંબર જીજે/30/સી/4227 લઈ સામાજિક કામ અર્થે જુના કુકરમુંડા તરફ નીકળ્યા હતા અને બપોર સમયે જુના કુકરમુંડા ગામમાં સુગર ફેક્ટરી નજીક રસ્તાના વળાંક માંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી એક રિક્ષા નંબર જીજે/26/ટી/3509ના ચાલકે પૂરઝડપે હંકારી લાવી રાજેશભાઈની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફેંકાતા ગંભીર ઇજા પામ્યા હતા જ્યારે અકસ્માત સર્જી રિક્ષા ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો અને રિક્ષામાં બેઠેલા ત્રણ પૈકીના એક મુસાફરને ઇજા થઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે ગંભીર ઇજા પામેલા રાજેશભાઈ નાઈકના પરિવારજનોને જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રાજેશભાઈને 108ની મદદથી કુકરમુંડા સરકારી દવાખાને લઇ ગયા હતા. જોકે, રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હોય કુકરમુંડા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હત. બનાવ અંગે નિતેશ નાઈકે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application