સોનગઢના ચાંપાવાડી ગામના ચાર રસ્તા પાસે નવાપુર તરફથી બાઈક ઉપર આવતા એક યુવકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જયારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે સવારે સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, નવાપુર તરફથી એક બાઈક નંબર જીજે/26/ડી/9117માં ચોરખાનું બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ સાથે લઈ જનાર છે જે બાતમીના આધારે પોલીસે ચાંપાવાડી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી બાઈક આવતા જોઈ પોલીસે બાઈકને લાકડીના ઈશારે ઉભી રાખવાનું જણાવતા બાઈક ચાલકે પોતાના કબજાની બાઈક ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા બાઈકના સીટ નીચે તથા પેટ્રોલની ટાંકીમાં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 90 બાટલીઓ મળી આવી હતી અને પોલીસે પાસ પરમીટની માંગણી કરતા તેની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે પૂછપરચ હાથ ધરતા બાઈક ચાલકે તેનું નામ બાલુ ઉર્ફે લાલુભાઈ ભાણાભાઈ રાઠોડ (રહે.ઢોડિયા ફળિયું, વાલોડ) જણાવ્યું હતું અને પોલીસે યુવકને વધુ પૂછતા આ માલ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના છે તો જાણવા મળ્યું હતું કે, દારૂનો મુદ્દામાલ નવાપુરથી ભરી આ દારૂનો મુદ્દામાલ વાલોડના ઢોડિયાવાડમાં રહેતા કલ્પેશ ઉર્ફે લાલુ દીપકભાઈ હળપતિએ મંગાવેલ હતો. આમ, પોલીસે બાઈકની કીંમત 40 હજાર અને દારૂની 90 બોટલો જેની કીંમત રૂપિયા 4,500/- મળી કુલ રૂપિયા 44,500/-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500