સુરતના પલસાણા તાલુકાના કડોદરામાં રહેતો એક યુવકને મીંઢોળા નદીનાં બ્રિજ ઉપર સોનગઢથી સુરત તરફ જતા રોડ પરથી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જયારે દારૂ ભારવી આપનાર અને મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે સવારે ખાનગી વાહનમાં બેસી બાજીપુરા બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળે ખાનગી બાતમીના આધારે, નવાપુર તરફથી એક બાઈક નંબર જીજે/05/એફએસ/8708 ઉપર દારૂના જથ્થા સાથે એક યુવક સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે મીંઢોળા નદીનાં બ્રિજ ઉપર સોનગઢથી સુરત તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી બાઈક આવતા જોઈ પોલીસે બાઈકને લાકડીના ઈશારે ઉભી રાખવાનું જણાવતા બાઈક ચાલકે ગાડી ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા બાઈકના સીટ નીચે તથા પેટ્રોલની ટાંકીમાં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટની ઈંન્લીશ દારૂની કુલ 223 બાટલીઓ મળી આવી હતી અને પોલીસે પાસ પરમીટની માંગણી કરતા તેની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે પૂછપરચ હાથ ધરતા બાઈક ચાલકે તેનું નામ રાકેશ કેશવ ચૌધરી (રહે.કલ્પતરુ સોસાયટી, કડોદરા,) જણાવ્યું હતું અને પોલીસે યુવકને પૂછતા આ માલ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના છે તો જાણવા મળ્યું હતું કે, લક્કડકોટ ખાતેથી એક અજાણ્યા ઈસમે જેનું નામ અને સરનામું ખબર નથી તેને માલ ભરાવી આપ્યો હતો અને આ દારૂનો મુદ્દમાલ લીંબાયતના સંજયનગર ખાતે પીન્ટુ નામના ઈસમને આપવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે બાઈકની કીંમત 25 હજાર અને દારૂની 223 બોટલો જેની કીંમત રૂપિયા 6,690/- મળી કુલ રૂપિયા 31,690/-નો મુદ્દામાલ કબ્જે કરી માલ ભરાવી આપનાર અને મંગાવનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500