લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જેને અનુલક્ષીને આજ રોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંકલેશ્વરના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યુ હતું. જેમાં કુલ નવ જેટલી અરજી મળી હતી. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી અંકલેશ્વર, તાલુકા વિકાસ અધિકારીશ્રી અંકલેશ્વર, ખેતીવાડી અધિકારીશ્રી અંકલેશ્વર તથા અરજદારશ્રીઓ હાજર રહ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application