Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીએપીએસ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારી દાસે મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું

  • May 17, 2024 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારી દાસે મલેશિયાના કુઆલા લંપુરમાં આયોજિત ‘વિવિધતામાં એકતા’ પરિષદમાં હિન્દુ ધર્મ અને ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ પ્રંસગે આંતરરાષ્ટ્રીય ધાર્મિક નેતાઓ પણ જોડાયા હતા. આ પરિષદમાં પ્રથમ સૌથી મોટી કોન્ફરન્સ હતી. જેમાં 60 દેશોના 2,000 થી વધુ ધાર્મિક નેતાઓ અને બૌદ્ધિક વિદ્વાનોને એકઠા કરવામાં થયા હતા. જેમાં બ્રહ્મવિહારી દાસે 10 મીનિટ ભાષણ આપ્યું હતુ. મલેશિયાના કુઆલાલંપુરમાં 7 મે, 2024ના રોજ આયોજિત ધાર્મિક નેતાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંત હિન્દુ ધર્મ અને ભારત અને યુએઈ બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું.


આ પરિષદ પેટલિંગ જયામાંસનવેરિસોર્ટ હોટેલમાં યોજાઈ હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ‘વિવિધતામાં એકતા’ અને વૈશ્વિક સંવાદિતા માટે સંસ્કૃતિના જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો, ત્યારે આ પ્રસંગે ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કરતા બ્રહ્મવિહારી દાસ સ્વામીએ ભાષણ આપ્યું હતુ. સાર્વત્રિક મૂલ્યો દ્વારા સામાજિક વિભાજનને દૂર કરવામાં ધાર્મિક નેતાઓએ આગળ આવવા અને સક્રિય અને હિંમતવાન ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.


આ પ્રસંગે મલેશિયાના વડા પ્રધાને કહ્યું હતુ કે “આના જેવી પરિષદમાં, અમે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અથવા હિન્દુઓમાં જે વસ્તુઓ કરવાની જરૂર છે અને સુધારવાની જરૂર છે તેનું અવલોકન કરી શકીએ છીએ. ધાર્મિક નેતાઓની ફરજ છે કે તે સુનિશ્ચિત કરે કે શાસન મજબૂત અને નૈતિક થાય. મલેશિયાના વડાપ્રધાન, એચઈદાતુકઅનવરઈ બ્રાહિમ અને મુસ્લિમ વર્લ્ડ લીગ (એમડબલ્યુએલ)ના મહાસચિવ અને મુસ્લિમ વિદ્વાનોના સંગઠનના અધ્યક્ષ, એચઈ શેખ ડૉ.મોહમ્મદ અબ્દુલ કરીમ સહિતના લોકએ આ પરિષદનું ધ્યાન કેન્દ્રિત હતું. ઉગ્રવાદને સંબોધવા અને સંઘર્ષોને સમજણ, સહકાર અને એકતામાં પરિવર્તિત કરવા માટે મધ્યસ્થતા અને સહઅસ્તિત્વના મૂલ્યોને એક કરવાની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application