સુરતમાં સગીરને ભગાડી જવાના કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનું ખુલ્યું છે, આરોપી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે, આરોપી માનસી નાઈનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતા ઘટસ્ફોટ થયો છે, શિક્ષિકાને 20 અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવ્યું છે, યૌનશોષણ કરનાર શિક્ષિકા એક દિવસના રિમાન્ડ પર છે અને પુણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે તાજેતરમા સુરતથી એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હોવાની ઘટના બની હતી. આ ઘટનાના ચાર દિવસ બાદ બંને જણા રાજસ્થાન બોર્ડર પરથી મળી આવ્યાં છે. પોલીસે બંનેને લકઝરી બસમાંથી પકડી પાડ્યાં છે.
બંને જણા દિલ્હી અને જયપુર ફર્યા બાદ ઘરે પરત ફરી રહ્યાં હતાં. બંને જણા ફરવા માટે ઘરેથી ભાગ્યા હતાં. પુણા પોલીસે બંને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપ્યા છે. શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી નીકળ્યા બાદ વડોદરા ખાતે રોકાયા હતાં. સુરતથી ટ્રેન મારફતે વડોદરા ગયા હતાં. પુણામાં રહેતા અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૩ વર્ષીય વિદ્યાર્થીને તેની ૨૩ વર્ષીય ટ્યૂશન ક્રમ સ્કૂલ શિક્ષિકા માનસી નાઈ દ્વારા ભગાવી જઈ યૌનશોષણ કરવાના ચકચારી પ્રકરણમાં શિક્ષિકાને આ વિદ્યાર્થી થકી ૨૦ અઠવાડિયાનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવતાં સનસનાટી મચી છે. આ સગીર જ્યારે ૧૨ વર્ષનો હતો.
ત્યારથી શિક્ષિકા તેનું યૌનશોષણ કરતી હોઈ પોલીસે પોક્સોની કલમ ૪.૮.૬, અને ૧૨નો ઉમેરો કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તારીખ ૨૫મી એપ્રિલે પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય માનસી નાઈ ભગાવી ગયાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી હતી. શરૂઆતમાં પારિવારીક કારણોસર આ શિક્ષિકા તેને લઇ ગઇ હોવાની વાતો વચ્ચે ૩૦મીએ જ્યારે આ સગીર સાથે જયપુરથી પરત ફરતી વખતે આ શિક્ષિકાને ચાલુ બસમાં શામળાજી બોર્ડર પાસેથી પકડવામાં આવી ત્યારે નવું ચિત્ર સામે આવ્યું હતું. છેલ્લાં એક વર્ષથી આ શિક્ષિકાએ સગીરને પોતાની જાળમાં ફસાવ્યો હોવાનું અને ત્રણ મહિનાથી શરીર સંબંધ હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે જ્યારે આ શિક્ષિકાનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500