Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નકાબધારી મહિલા ગેંગ સાડીની દુકાન માંથી 1.35 લાખની કરી ચોરી, ચોરીની ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ

  • January 28, 2022 

સુરત શહેરનાં રાંદેર રામનગરમાં મહિલા નકાબધારી ગેંગની ચોરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ છે. શટરમાં હાથ નાખી કાચના દરવાજા વગરની દુકાનનું શટર ઊંચું કરી ચોરી કરતી હોવાનું બહાર આવતા આ એક ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં પણ એક સાડીની દુકાનમાંથી રૂપિયા 1.35ની રોકડ ચોરી કરનાર મહિલા ગેંગ સી.સી.ટી.વી.માં કેમેરામાં કેદ થતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પ્રતાપભાઈ નાનેકરામ ગોકલાણી (વેપારી)એ જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી વેપાર કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જયારે તેમની દુકાનમાં પહેલી વાર ચોરી થઈ છે જેમાં દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા 1.35 લાખની ચોરી થઈ છે જે ઘટના સી.સી.ટી.વી .માં કેદ થઈ ગઈ છે જયારે આ ચોરી મહિલા ગેંગએ કરી છે તેવું સામે આવ્યું છે.વધુમાં આજુબાજુની 3 દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા પ્રતાપભાઈની દુકાનને નિશાન બનાવવામાં આવી છે. નકાબધારી મહિલા ગેંગની નવી મોડ્સ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. જોકે પહેલા તો બંધ દુકાનના શટલમાં હાથ નાખી ચેક કરે ને ત્યારબાદ કાચના દરવાજા વગરની દુકાનને નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું છે. શટલ ઊંચું કર્યા બાદ એક મહિલા જ દુકાનમાં ઘૂસે છે અને બાકીની ચાર મહિલા પહેરેદારી બની વોચ રાખતી હોવાનું સી.સી.ટી.વી.માં દેખાય રહ્યું હતું. જયારે સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, આટલી મંદી, બેકારી અને મોંઘવારીમાં ચોરી થવી એ વેપારી માટે આપઘાત કરવા સમાન બની જાય છે. માંડ-માંડ રોજિંદા ખર્ચા કાઢી 2 સમયનું ભોજન લઈ રહ્યા છે અને એમાં 1.35 લાખ ઉપરની ચોરી થવી એ કોઈ નાની વાત નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application