Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખોટી ઓળખ આપનાર અધિકારી ઝડપાયો : વીજ કંપની, નગરપાલિકા અને ગેસ કંપનીનાં અધિકારી તરીકે ખોટી ઓળખ આપતો ‘કિશોર રાઠોડ ઉર્ફે કિશોર વાળંદ’ ઝડપાયો

  • July 15, 2023 

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા છે સુરત શહેર ઉપરાંત રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં વીજ કંપની, નગરપાલિકા અને ગેસ કંપનીનાં અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. અધિકારીનો ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જયારે આ ખોટો અધિકારી નવા બંધાતાં બિલ્ડિંગો તેના સોફ્ટ ટાર્ગેટ રહેતાં હતાં. અધિકારીનાં નામે મીટર જોડાણ આપવાના બહાને રૂપિયા પડાવી છેતરપિંડી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ખોટા અધિકારીને અમદાવાદથી ધરપકડ કર્યા બાદ તપાસ કરતાં 30થી વધુ ગુનાઓ આચાર્યા હોવાની કબૂલાત આપી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યમાં જુદાં જુદાં શહેરોમાં અધિકારીની ખોટી ઓળખ આપી રૂપિયા ઉસેટી લેનારને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીનાં આધારે અમદાવાદના પાલડી ખાતેથી કિશોર રમેશભાઇ રાઠોડ ઉર્ફે કિશોર વાળંદને ઝડપી પાડ્યો હતો. સુરતના ઉમરા અને અમરોલી પોલીસ મથકે ગુજરાત ગેસ કંપનીના જોડાણ આપવાના બહાને રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનારો આરોપીને શોધવા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ટીમ મહેનત કરી રહી હતી.



દરમિયાન બાતમીને આધારે કિશોર વાળંદને અમદાવાદથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતાં કિશોર વાળંદે વર્ષ 2021માં અમરોલીની જય ભવાની સોસાયટીમાં નવા બંધાતા મકાનના માલિકને ગુજરાત ગેસ કંપનીના અધિકારી હોવાની ઓળખ આપી હતી. ગેસના જોડાણ આપવાના બહાને રૂપિયા 50,000 પડાવી લીધા હતા. આ ઉપરાંત કિશોર વાળંદે તેના સાગરીત રોહિત જરવલિયા સાથે મળીને ઉમરા વિસ્તારમાં એક મકાન માલિક પાસેથી ગેસ જોડાણ આપવાના બહાને રૂપિયા 25,000/- પડાવી લીધા હતા.



સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી કિશોર વાળંદની પૂછપરછ અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેણે માત્ર સુરતમાં જ નહીં, પરંતુ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં સરકારી અધિકારીઓની ખોટી ઓળખ આપી અને તેનો સ્વાંગ રચી છેતરપિંડી કરી લીધી છે. ખાસ કરીને આરોપી વીજ કંપની, ગેસ કંપની અને નગરપાલિકા કે મહાનગરપાલિકાના અધિકારીની ઓળખ આપીને રૂપિયા ખંખેરી લેતો હતો. પોલીસે તેની તપાસમાં સમગ્ર રાજ્યમાં 30થી વધુ આ જ રીતે ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.



જ્યારે રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં આ જ રીતે આચરવામાં આવેલા 420નાં છેતરપિંડીનાં 13થી વધુ ગુનામાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે વર્ષ 2012થી કિશોર વાળંદ ગુનાખોરીના રવાડે ચડી ગયો છે અને અધિકારીઓની ખોટી ઓળખ બતાવાનીને એમ.ઓ. દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, વેરાવળ, રાજકોટ સહિતના શહેરમાં 30થી વધુ ગુના આચરેલા હોવાની કબૂલાત કરી છે. આ તમામમાં આરોપી જ્યાં પણ નવું બિલ્ડિંગ કે ઘર બંધાતું હોય તેને વધુ શિકાર બનાવતો હતો. ગેસના મીટર ઉપરાંત વીજ કંપનીના મીટરના નામે રૂપિયા પડાવી લેતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application