સચિન જયરાજનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ રાત્રે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જાઈને પાંચ વર્ષના ભાઈએ દોડતા-દોડતા તેની માતાને જાણ કરી હતી.
સચીન જયરાજનગરમાં રહેતા નંદુભાઈ પાસવાનની ૧૮ વર્ષની દીકરી સવિતાએ રાત્રે સાડા આઠ વાગ્યે ઘરમાં ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. સવિતાએ તેના નાના-ભાઈ બહેનને રમતા છોડી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વધુમાં મૃતક સવિતાના પિતા નંદુભાઈ પાસવાને જણાવ્યું હતું કે તેઓ પોતાના ગેરેજ પર હતા અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. ૪ સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. ૫ વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઇએ દોડીને આવીને માતાને કહ્નાં, મમ્મી બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જાયું તો દીકરી લટકતી હાલતમાં જોવા મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઇ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન પણ અપાવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500