ઉતરપ્રદેશનાં રાયબરેલી જિલ્લાનાં દીન શાહ ગૌરા બ્લોક વિસ્તારના એક ગામમાં તળાવમાં નહાતા સમયે પાંચ બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ મૃતક બાળકોની ઉંમર 7થી 12 વર્ષની જણાવવામાં આવી રહી છે. જોકે આ ઘટના બપોરની છે. આ બાબતની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પરિવારજનો આંક્રદ કરી રહ્યા છે. જયારે મૃત બાળકોમાં બે બાળકો એક જ પરિવારના છે. ઘટના બની ત્યારે કેટલાક લોકો ખેતરમાં ગયા હતા તો કેટલાક બંસી રિહાયક ગ્રામસભાના માંગતાના ડેરા ગામમાં ડાંગરની રોપણી કરવામાં વ્યસ્ત હતા.
બાળકો ઘરે એકલા હતા અને આઠ બાળકો નહાવા માટે ગામના કિનારે આવેલા નાના તળાવમાં પડ્યા હતા. તળાવ ઉંડું હોવાને કારણે બધા ડૂબવા લાગ્યા હતા. બાળકોના રડવાનો અવાજ સાંભળીને ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં પાંચ બાળકો ડૂબી ગયા હતા. ગ્રામજનોએ કોઈક રીતે ત્રણ બાળકોને બચાવી લીધા હતા. જયારે ડૂબી જવાથી 5 બાળકોનાં મોત થયાની માહિતી મળતાં જ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જયારે પાણીમાં ડૂબવાથી રિતુ (ઉ.વ.8 વર્ષ), સોનમ (ઉ.વ.10), અમિત (ઉ.વ.8), વૈશાલી (ઉ.વ.12) અને રૂપાલી (ઉ.વ.9) આ પાંચ બાળકોનાં મોત નિપજ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500