Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત મહત્ત્વના ૪ સ્થળોએ મોકડ્રિલનું સફળ આયોજન

  • May 07, 2025 

: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા. ૦૭ મેના રોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અંગેના મળેલ નિર્દેશો અનુસાર આજે તાપી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા જાગૃતિના હેતુસર જિલ્લામાં મહત્વના ૪ સ્થળો જેમાં જે. કે. પેપરમીલ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન, તેમજ કાકરાપારા ટાઉનશીપ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિ કે આકસ્મિક ઘટનાની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિક્રિયાની કાર્યક્ષમતા તપાસવાનો હતો.



મોકડ્રિલના ભાગરૂપે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે ૪ વાગ્યાના અરસામાં હવાઇ હુમલા થવાના કારણે TPS ના યુનિટ નં. 3 તથા ક્લોરીન પ્લાન્ટ નં. 5 માં ક્લોરીન લીકેજની ઘટના બની હતી. જેની જાણ થતાં તાત્કાલિક સાયરન વગાડી સાવચેતીનું સંકેત આપવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પાવર સ્ટેશનના ઓલ્ડ ક્લોરિન પ્લાન્ટ યુનિટ ૩-૪-૫ ક્લોરિન ટનલ વાલમાંથી લીકેજ થવાની માહિતી મળી હતી. માહિતી મળતા જુદા જુદા આંતરિક વિભાગોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ, ફાયર ટીમ સહિતની બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જણાતા ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.ત્યાર બાદ જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરતા એક્ષપર્ટ ટીમ, ક્લોરીન લોકેજ ટીમ પહોચી ૯ મીનીટની અંદર સમગ્ર ઘટના કાબુમાં મેળવી હતી.



આ સમય કોઇ જાનહાનીની કોઇ ઘટના બની નઈ હતી.ત્યાર બાદ આ સમગ્ર ઘટના એક મોકડ્રિલ હોવાનું જાહેર કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રીલ વ્યારા પ્રાંત અધિકારી શ્રી સંદિપ ગાયકવાડના નેજા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ, ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન ખાતે સાંજે ૫ કલાકે હવાઈ હુમલા દરમિયાન, સ્વીચ યાર્ડની બાજુમાં આવેલા કંટ્રોલ રૂમમાં આગ લાગી હોવાની માહિતી મળતાની પોતાનું ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયું હતું.તે બાદ તુરંત અગ્નિશમન દળના લશ્કરો પણ પહોંચી ગયા હતા. ત્વરિત રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે યુનિટમાં હુમલો થયો હતો ત્યાં એક કર્મચારી ઘાયલ થયો હતો જેને એમ્બ્યુલન્સની મદદથી તત્કાલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા. ગણતરીના કલાકોમાં આ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી હતી.ત્યાર બાદ આ ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કર્યું હતું.




નોંધનીય છે કે, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશન મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર હોઈ, તેના સુરક્ષા અને સંભવિત જોખમો સામે તંત્ર સતર્ક છે. આવનારા સમયમાં પણ આવા મોકડ્રિલ્સનું આયોજન સતત કરવામાં આવશે જેથી તંત્ર વધુ સજ્જ બની શકે. સમગ્ર મોકડ્રિલ દરમિયાન એનડીઆરએફ,જિલ્લા તંત્ર, તબીબી ટીમો, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે સંકલિત રીતે ભાગ લીધો. આ મૉક ડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન તાત્કાલિક પ્રતિક્રિયા, બચાવ કામગીરી અને સંકલિત તંત્રોની કામગીરીની ક્ષમતા ચકાસવાની હતી. સમસ્ત કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application