તેલંગાણાનાં ખમ્મમમાં આજરોજ એક કાર્યક્રમમાં ફટાકડાઓ ફોડવાના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં કાર્યક્રમમાં ફટાકડા ફોડવાના કારણે તણખો ઝુંપડીમાં પડતા આગ લાગી હતી. આ આગના કારે ઝુંપડીમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ અનુસાર, ખમ્મમનાં કરેપલ્લી મંડળમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નિયમિત કાર્યક્રમમાં ચાલી રહ્યો હતો. અહીં યોજાયેલા આત્મીય સંમેલનમાં ફોડવામાં આવેલા ફડાકડાના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.
ધારાસભ્ય રામુલુનાયક અને સાંસદ નામા નાગેશ્વર રાવ દ્વારા યોજાયેલ એક આધ્યાત્મિક સભામાં BRSનાં કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફટકાડાના કારણે ઝુપડીમાં આગ લાગી ગઈ હતી, ત્યારબાદ ઝુંપડીની અંદર રાખેલા ઘણા સિલિન્ડરો બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે પત્રકારો અને બે પોલીસ કર્મચારીઓ સહિત 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ થયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
તેલંગાણાના આઈટી મંત્રી ટી.રામારાવએ ખમ્મના કરેપલ્લીનાં વૈરા વિસ્તારમાં લાગેલી આગની ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે આ ઘટના પર શોકની લાગણી વ્યક્ત કરી છે. ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રીએ ખમ્મમનાં જિલ્લા મંત્રી પુર્વવાડા અજય અને સાંસદ નામા નાગેશ્વર રાવને સ્થિતિ પર નજર રાખવા તેમજ લોકોને મદદ કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મૃતક શ્રમિકોના પરિવારજનોને તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500