Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા સ્થિત સી.એન.કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-2023 કાર્યક્રમ યોજાયો

  • January 14, 2023 

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા આયોજીત તથા સી. એન. કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર વ્યારાનાં સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨/૨૩ કાર્યક્રમ સી. એન. કોઠારી હોમીયોપેથીક એન્ડ રીસર્ચ સેન્ટર વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેનાં અધ્યક્ષ સ્થાને તથા વ્યારા વિધાન સભાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી અને વ્યારા નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.



આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેએ પોતાના બાળપણના સ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે, સંગીત અને નૃત્યએ કલાનો અધભુત સંગમ છે અને કલાએ પરમાત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે. પોતાના જિવનમાં રહેલી કલાને વિવિધ મંચ ઉપર પ્રસ્તુત કરી પોતાનામાં રહેલી કલા પ્રતિભાને આગળ લાવવી જોઇએ. તમામ વ્યક્તિઓમાં અલગ અલગ કલા રહેલી હોય છે. આપણા ભારતીય સંસ્કૃતિમા કલાનું ઘણુ મહત્વનું છે. કલા તન, મનને આનંદ આપે છે તેથી દરેકના જિવનમાં કલાનું સ્થાન હોવું જોઇએ.



વ્યારા વિધાન સભાના ધારાસભ્યએ કલાનું મહત્વ સમજાવતા બાળકોને વિવિધ કલાક્ષેત્રે આગળ વધવા ખુભ ખુભ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે, જેમ હિરાની ઓળખ એક જોહરી કરી શકે તેમ કલાની ઓડખ એક કલાગુરુ કરી શકે છે. એક જ બાળકમાં એક કરતા વધારે પ્રતિભાઓ રહેલી હોય છે આ વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે જે આ પ્લેટ્ફોમ પુરૂ પાડવામાં આવ્યું છે. તેથી તમામે આવા અવશરનો લાભ લેવો જોઇયે. કાર્યક્રમમાંભજન,લોકનૃત્ય,લગ્નગીત,લોકગીત,સમૂહગીત,એકપાત્રીયઅભિનય,સર્જનાત્મક,કારીગીરી,ચિત્રકામ,નિબંધ,વક્રતૃત્વ,દુહા-છંદ,ચોપાઈ,લોક-વાર્તા,લોકવાઈકા જેવી વિવિધ 13 જેટલી કલા સ્પર્ધા પ્રસ્તુત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application