સોની ગુ્રપ કોર્પે તેના ભારતીય યુનિટ સાથે ઝી એન્ટરટેઇનમેન્ટ સાથે 10 અબજ ડોલરની મર્જરની સમજૂતી રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્જર પછી અસ્તિત્ત્વમાં આવનાર નવી કંપનીનું નેતૃત્ત્વ કોણ કરશે તે મુદ્દે સંમતિ સાધી ન શકાતા આ સમજૂતી રદ કરવામાં આવી છે. ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝના સીઇઓ અને એમડી પુનિત ગોયનકાએ આ સમાચાર એવા સમયે મળ્યા જ્યારે તે રામ મંદિર સમારંભમાં સામેલ થવા માટે અયોધ્યામાં હતાં. તેમણે ત્યાંથી જ આ માહિતી એક્સ પર શેર કરી હતી. ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે આ પ્રભુની તરફથી મળેલા સંકેત છે.
સોની ગુ્રપે સત્તાવાર રીતે ઝી એન્ટરટેઇનમેન્ટને ટર્મિનેશન લેટર મોકલી દીધો છે. ઝી એ બજાર નિયામકને આ અંગેની માહિતી આપી દીધી છે. ઝી અને સોની બંને કંપનીઓએ 2021માં આ સમજૂતીની જાહેરાત કરી હતી. આ અંગેની માહિતી આપતા ગોયનકાએ લખ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગે જ્યારે હું આજે સવારે અયોધ્યા પહોંચ્યો તો મને મેસેજ મળ્યો કે જે ડીલની કલ્પના કરવા અને કામ કરવામાં મેં વર્ષ પસાર કર્યા તે નિષ્ફળ નિવડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેં આ સમજૂતીને સફળ બનાવવા માટે મે મારા સર્વોત્તમ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા હોવા છતાં આ ડીલ સફળ થઇ શકી નથી. મારું માનવું છે કે આ પ્રભુની તરફથી મળેલ એક સંકેત છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તે સકારાત્મક રીતે આગળ વધવા અને કંપનીને તેના તમામ હિતધારકો માટે મજબૂત કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500