નવસારી જિલ્લાનાં ધારાગીરી ગામની પૂર્ણા નદીમાં ભાભી-દિયરનું ડૂબી જવાથી મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં મૃતક યુવકની માતા સહિત ત્રણને બચાવી લેવામાં આવ્યા હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીના કબીલપોર ૫૦ ગાળા વસાહતમાં રહેતા દેવીપૂજક સમાજની ૪ મહિલાઓ મંગળવારના બપોરે ધારાગીરી ગામ પૂર્ણા નદીના ઓવારે કપડા ધોવા માટે ગયા હતાં. જેમાં આરતીબેન શૈલેષભાઇ શેખલિયા (ઉ.વ.૨૪) કપડા ધોતી વખતે નદીના અંદર જતા પાણીમાં ડૂબવા લાગી હતી. જેથી તેની સાસુ જોશનાબેન હરસુખભાઇ (ઉ.વ.૪૫) દેરાણી ઉમાબેન કલ્પેશભાઈ શેખલિયા (ઉ.વ.૨૩) તથા ઉષાબેન ગટુલભાઇ દેવીપૂજક તેણીને બચાવવા માટે પાણીમાં જતા તેઓ પણ ડૂબવા લાગ્યા હતા.
એકને બચાવવા જતા ત્રણ મહિલાઓ પણ નદીમાં ડૂબવા લાગતા નજીકમાં બેસેલ કલ્પેશ શેખલિયા તેઓને બચાવવા જતા સીધો નદીમાં ગરકાવ થયો હતો. આ વખતે થયેલી બૂમાબૂમને લઈને નજીકમાં મચ્છી પકડવા આવેલ એક યુવક દોડી આવીને દોરડીની મદદથી પાણીમાં ડૂબી રહેલ જોશનાબેન, ઉમાબેન અને ઉઠાબેનને સહીસલામત બહાર કાઢ્યા હતા. જ્યારે આરતીબેનને બહાર કાઢી રિક્ષા મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે માતા, ભાભી અને પત્ની તેમજ સંબંધી મહિલાને બચાવવા જતી વખતે નદીમાં ડૂબી ગયેલ કલ્પેશ શેખલિયાની કલાકો સુધી ફાયરબ્રિગેડે શોધખોળ કર્યા બાદ તેનો મૃતદેહ સાંજે મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં શેખલીયા પરિવારના ભાભી-દિયરનું મોત નીપજતા દૈવી પૂજક સમાજમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો.
બનાવ અંગે રૂરલ પોલીસે બન્નેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. જયારે વધુમાં નજર સામે જ મહિલા અને પુરુષ ડૂબતા મચ્છીમારીની પ્લાસ્ટિકની દોરી વડે મહિલાઓને બચાવ લીધી જેમાં બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ધારાગીરી ગામની પર્ણા નદીના કિનારે આવેલી આંબાવાડી ભાડે રાખી છે અને બપોરે હું નદી કિનારે પાણીમાં પ્લાસ્ટિકની દોરીથી બનાવેલ ગલ નાંખી મચ્છી પકડતો હતો. તે વખતે મારી નજર સામે જ મહિલા અને યુવક નદીમાં ડુબતા થયેલી બૂમાબુમને લઇને દોડતો ઓવારા પર પહોંચ્યો હતો. જ્યાં મચ્છી પકડવા માટેની પ્લાસ્ટિકની દોરી નદીમાં નાંખી ત્રણ મહિલાઓને સહી સલામત બહાર કાઢી હતી. જોકે પહેલા ડુબી ગયેલ આરતીબેનને બેભાન હાલતમાં બહાર કાઢી સ્થાનિક રહીશોની મદદથી હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500