ભગવાન સાંબ સદાશિવનાં શિવમંદિરનું ઈસ્ટોનિયાનાં લિલ્લેઓરૂમાં તારીખ 10મી જૂન અને જેઠ સુદી ચોથના દિવસે ઉદઘાટન થવાનું છે. આ લિલ્લેઓરૂ ઈસ્ટોનિયાનાં પાટનગર ટાલીનીનથી 30 કી.મી. દૂર આવેલું છે. આ માહિતી આપતાં ટાલિનીન સ્થિત ભારતનાં દૂતાવાસે જણાવ્યું છે કે આ મંદિરનું સ્થાપત્ય સંપૂર્ણત: ભારતીય શિલ્પશાસ્ત્ર પ્રમાણે રચવામાં આવ્યું છે. તેના સ્થાપક છે, 'કિયા યોગ કેન્દ્ર'ના આચાર્ય ઈશ્વરાનંદ. યુરોપમાં અનેક સ્થળોએ શિવ મંદિરો, રામ મંદિરો અને રાધાકૃષ્ણ મંદિરો રચાયા છે, તે પૈકી 5,500 ચોરસમીટરમાં પથરાયેલું આ શિવમંદિર યુરોપનું સૌથી વિશાળ શિવ મંદિર બની રહેશે, તેમ પણ જાણવા મળ્યું છે. બહુ થોડાને માહિતી હશે કે ભાદ્રપદની સુદ ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે.
પરંતુ જેમ ભગવાન તથાગત બુદ્ધના જન્મદિને વિવાદ છે કે, એક પક્ષ તેમ કહે છે કે ભગવાન તથાગતનો જન્મ વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ મત તિબેટમાં સ્વીકારાયો છે. તો બીજો મત ભગવાન તથાગત (બુદ્ધ)નો જન્મદિન દશેરાના દિવસે થયો હતો તેમ કહે છે તો કોઈ આશ્વિન શુકલ પૂર્ણિમા પણ માને છે. તેવી જ રીતે ગણેશ ચતુર્થી અંગે પણ બે મત છે. એક મત ભાદ્રપદ શુકલ ચતુર્થીનો કહે છે તો બીજો મત જેષ્ઠ શુકલ ચતુર્થી ગણેશ ચતુર્થીના દિવસનો કહે છે. આ બીજા મત પ્રમાણે, તારીખ 10મી જૂને ગણેશ ચતુર્થી આવે છે. આથી આચાર્યશ્રી ઈશ્વરાનંદજીએ તે દિવસ આ શિવમંદિરનું ઉદઘાટન કરવા નિશ્ચિત કર્યો હશે તેમ પણ ઘણાનું માનવું છે. ઉલ્લેખનીય છે કે, સ્લામ તેમજ અન્ય તમામ ઈન્ડો યુરોપિયન ભાષાઓનું મૂળ પુરા પ્રાચીન ઈન્ડો યુરોપીયન ભાષામાં જ છે. રશિયામાં મહિલાઓનાં નામ આકારાની હોય છે. જેમ કે સ્ટાલિનનાં પુત્રીનું નામ વેલેન્ટીના તારાશ્કોલા હતું. ગોર્વાચવના મંત્રી ગોર્બાચોવા કહેવાતા હતા. ભારતીય સંસ્કૃતિના છેડા છેક બાલ્ટિક સમુદ્ર સુધી છે. ઈસ્ટોનિયન કોઈ બોલે તો તે સંસ્કૃત બોલતો હોય તેવું જ લાગે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500