દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આંધી-તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, તેમાં જોઈ શકાય છે કે, એરપોર્ટ મુસાફરોથી ખીંચો ખીંચ ભરાઈ ગયો છે.
હકીકતમાં, શુક્રવારે સાંજે દિલ્હી અને NCR વિસ્તારોમાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી તેમ કહીએ તો પણ ખોટું નથી. શનિવારે સવારે પણ આંધી તોફાનની અસર જોવા મળી હતી. જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. શુક્રવાર સાંજથી આજે સવાર સુધી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ મોડી સાંજથી ઉડાન ભરી શકી ન હતી. આંધી તોફાનને કારણે લગભગ 25 ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સ્થળોથી ડાયવર્ટ કરવામાં આવી હતી અને સાત ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.
એરલાઇન્સની આ બેદરકારી બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનો મારો થઈ રહ્યો હતો. સ્થાનિક એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આંધી- તોફાન પછી કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરો અસુવિધામાં મુકાયા હતા. ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટને દિલ્હી પહોંચવામાં સમય લાગ્યો, જેના કારણે એરપોર્ટમાં ભારે ભીડ થઈ ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500