સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં દસમો તબક્કા અંતર્ગત સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ કરવાના હેતુ સાથે ૧૫૩-ભરૂચ વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટીદાર પંચની વાડી, ઝાડેશ્વર,ભરૂચ ખાતે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને પોતાના નજીકના સ્થળે મળી રહે તે માટે તાલુકા વહીવટી તંત્ર ભરૂચ દ્નારા આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, અન્ય કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application