ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં એક મોટો અકસ્માત થયો છે. જેમાં ફુટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને બેકાબુ કારે કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં 2 મજૂરોનાં મોત થઈ ગયા છે અને એક મજૂર ઘાયલ છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ ઘટના મોડી રાત્રે ગોરખનાથ ઓવર બ્રિજ નજીકની છે. ઘટનાની સૂચના મળતા એસ.એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક્શન લેતા કાર ચાલક સહિત ચાર યુવકોને કસ્ટડીમાં લીધા હતા.
બનાવની વિગત એવી છે કે, ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોરખનાથ ઓવર બ્રિજની છે જ્યાં ગતરોજ મોડી રાત્રે 1:30 વાગ્યે એક તેજ કફ્તાર કારે ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં એક વ્યક્તિએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એકનું જિલ્લા હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું.
જ્યારે ત્રીજાની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ કાર બેકાબૂ થઈને પલટી ગઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા તેમને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. માહિતી મળતાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. સૂચના પર પહોંચેલા એસ.એસ.પી.એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ઘટનાના કારણોના તપાસના આદેશ આપ્યા છે.
જોકે, કાર પર ચાલકનું નિયંત્રણ ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોરખનાથ ઓવર બ્રિજના ફુટપાથ પર રાત્રે ડઝનોની સંખ્યામાં મજૂરો, રિક્ષા ચાલકો અને અન્ય લોકો સૂતા હોય છે. જયારે ગતરોજ મોડી રાત્રે ચાલક બ્રિજ પર ટર્ન લેતી વખતે કાર પર કાબુ ન રાખી શક્યો અને ફુટપાથ પર સૂઈ રહેલા મજૂરોને કચડી નાખતા કાર પલટી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500