Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુલાબ બન્યું ઘાતક : સુરત સહિત દક્ષિણ ગુજરાત જળબંબોળ

  • September 29, 2021 

અરબી સમુદ્રમાં હવાનું સાયક્લોનિક સરક્યુલેશન ડિપ ડીપ્રેશનમાં ફેરવાયેલ ગુલાબ વાવાઝોડું દેશના પૂર્વથી પશ્ચિમ પટ્ટા પર ભારે વરસાદ લાવતું હવાનું નીચું દબાણ વગેરે પરિબળો વચ્ચે વિતેલા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતને ધમરોળી સુરત, નવસારી, વલસાડ અને આહવા ડાંગ ને જળબંબોળ કરીએ એક થી ૧૧ ઇંચ સુધી દે‘માર વરસાદ વરસાવતા ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર સર્જાયો છે અને દક્ષિણ ગુજરાતની લોકમાતાઓ તાપી, અંબિકા, કાવેરી, ઔરંગા અને દમણગંગા સહિતની નાની-મોટી નદીઓ સહિત ચેકડેમો તથા સરોવરો છલોછલ થઇ જતા જનજીવન ­ભાવિત બન્યું છે અને હજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ છુટા છવાયા ને બદલે આજે સવારે પણ વિદાય લેતાં ચોમાસાની મોસમમાં તેનો અસલી મિજાજ દર્શાવતા જનજીવન ­ભાવિત બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

 

અતિભારે વરસાદથી જનજીવન પર જળાઘાત : દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા, ખાપરી, દમણગંગા સહિતની નાની મોટી નદીઓ ગાંડીતૂર બનતા પૂરની પરિસ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણોમાં વીજળીના ­ચંડ ધડાકા સાથે વિતેલા ૨૪ કલાકમાં ગતરોજ બપોર બાદ વરસાદ તૂટી પડયો હતો સુરત અને ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસવા સાથે નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસતા માર્ગો પર રીતસરની જાણે નદીઓ વહેવા લાગી હતી.

 

 

 

 

સુરત ફલડ કંટ્રોલ વિભાગ દ્વારા ­વિગતો મુજબ શહેર-જિલ્લામાં ગત રોજ સવારથી તડકો અને ઉઘાડ બાદ બપોરે આકાશમાં વાદળોની ઘેરાબંધી કરી હતી અને વીજળીના કડાકા-ભડાકા સાથે નમતી પહોરે મેઘરાજા તૂટી પડ્યા હતા વિતેલા ૨૪ કલાક દરમિયાન બારડોલીમાં ૬૮ મી.મી. ચોર્યાસી તાલુકામાં ૧૦૦ મી.મી.એટલે કે ૪ ઇંચ. કામરેજ ૮૯. મહુવા ૬૯. માંડવી ૬૦. માંગરોળ ૪૯. ઓલપાડ ૩૬. પલસાણા ૧૯૨ મી.મી. એટલે કે ૮ ઇંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો.સુરત શહેરમાં ૪ ઇંચ એટલે કે ૧૦૧ મી.મી. ઉમરપાડામાં બેસુમાર ૨૧૮ મી.મી. એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ નોધાયો હતો. નવસારી ફલડ વિભાગના સૂત્રો મુજબ ખેરગામ સાડા ત્રણ  એટલે કે ૮૮ મી.મી. ગણદેવી ૯૨ મી.મી. એટલે કે પોણા ચાર. ચીખલી ૪૫ મી.મી. જલાલપોર ૬૫ મી.મી. નવસારીમાં બે ઇંચથી વધુ ૫૨ મી.મી વાંસદા પોણા ચાર ઇંચ. વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

 

 

 

 

 

ડાંગના જિલ્લા મથક આહવા માં સાડા છ ઇંચ. વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર 

વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૬૫ મી.મી. કપરાડામાં છ ઇંચથી વધુ ૧૫૨ મી.મી. ધરમપુર ત્રણ ઇંચ.પારડી સાડા ત્રણ ઇંચ એટલે કે ૮૫ મી.મી. વલસાડ સાડા છ ઇંચ. સાંબેલાધાર વરસાદ વરસ્યો છે જ્યારે વાપીમાં અઢી ઇંચ. એટલે કે ૬૭ મી.મી. વરસાદ જ્યારે ડાંગ જિલ્લામાં મેઘરાજા સોરી કરાઇ ખીલ્યા હોય તેમ ગિરિમથક સાપુતારામાં ધુવાંધાર સાંબેલાધાર સ્વરૂપે ૨૬૮ મી.મી. એટલે કે સાડા દસ ઇંચ. સુબીર ચાર ઇંચથી વધુ. વગઇ પાંચ ઇંચ. ડાંગના જિલ્લા મથક આહવા માં સાડા છ ઇંચ. વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર સાથે પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ ભેખડો ધસી પડી હતી તો માર્ગો પર રીતસરની નદીઓ વહેવા લાગી હતી.

 

 

 

 

 

તમામ લોકમાતાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું 

તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો વ્યારામાં ૪૫ મીમી . સોનગઢમાં ૮૦. વાલોડમાં ૬૫. ડોલવણમાં ૪૫. ઉચ્છલમાં ૧૦૫. કુકરમુંડા માં ૧૦૮. અને નિઝર તાલુકામાં ૧૩૬ મી.મી. અતિભારે વરસાદ ખાબક્યો છે ગત રોજ બપોર બાદ અતિભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની અંબિકા, કાવેરી, ઔરંગા, દમણ ગંગા સહિતની લોકમાતાઓ બે કાંઠે છલોછલ બની રમણે ચઢી હતી અને તમામ લોકમાતાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો અનેક સ્થળોએ અતિભારે વરસાદમાં પાણી ભરાતા જનજીવન ­ભાવિત બન્યું હતું તો આ દરમિયાન આજે સવારે પણ દક્ષિણ ગુજરાતમાં પાંચેય જિલ્લાઓમાં અલગ-અલગ તાલુકાઓમાં વરસાદ વરસવાનું યથાવત હોવાના અહેવાલો મળી રહ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application