Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

92 વર્ષીય રુપર્ટ મર્ડોક તેની 67 વર્ષીય રશિયન ગર્લ ફ્રેન્ડ સાથે પાંચમી વખત લગ્ન કરશે

  • March 09, 2024 

મીડિયા રિપોર્ટ અનુસાર રુપર્ટ મર્ડોકે તેની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે સગાઈ કરી લીધી છે. 92 વર્ષીય રુપર્ટ મર્ડોક, તેમની રશિયન ગર્લ ફ્રેન્ડ સાથે પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. રૂપર્ટ તેમના લગ્ન કેલિફોર્નિયામાં આવેલા મોરેગા ખાતેના વાઇનયાર્ડ અને એસ્ટેટ ખાતે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપર્ટ મર્ડોક ફોક્સ એન્ડ ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના થોડા મહિના બાદ જ તેમણે, તેમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. 67 વર્ષીય એલેના ઝુકોવા રશિયાના મોસ્કોની છે. તે મોલેક્યુલર બાયોલોજીસ્ટ રહી ચૂકી છે. એલેનાએ ગયા વર્ષે રુપર્ટ મર્ડોકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને રુપર્ટ મર્ડોક અને એલેના ઝુકોવાની મુલાકાત રુપર્ટ મર્ડોકની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ દ્વારા થઈ હતી.


રુપર્ટના ચોથા લગ્ન અભિનેત્રી અને મોડલ જેરી હોલ સાથે થયા હતા. 6 વર્ષ પછી એટલે કે 2022માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમની અન્ય ભૂતપૂર્વ પત્નીઓ ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ જન્મેલી પત્રકાર અન્ના માન, મિસ ડેંગ અને અમેરિકન મોડલ તેમજ અભિનેત્રી જેરી હોલ સાથે લગ્ન કરેલા હતા. રુપર્ટ મર્ડોકે 1950ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મીડિયામાં સૌથી પ્રભાવશાળી, સફળ અને વિવાદાસ્પદ વ્યક્તિઓમાંના એક છે. મર્ડોકને 1952માં તેમના પિતા પાસેથી એક ટેબ્લોઈડ ઓસ્ટ્રેલિયન અખબાર વારસામાં મળ્યું હતું. જેનો તેમણે ઝડપથી એ એખબારનો ફેલાવો વધાર્યો કર્યો અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રવેશ કર્યો.


મર્ડોકે 1960ના દાયકામાં યુકેના મીડિયા બજારમાં પ્રવેશ કર્યો, ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ અને ધ સન જેવા મોટા અખબારો રુપર્ટ મર્ડોકે ખરીદ્યા અને તેમને સનસનાટીભર્યા ટેબ્લોઇડ્સ ફેરવી નાખ્યાં. અમેરિકન મીડિયામાં તેમના વિસ્તરણને સરળ બનાવવા માટે મર્ડોક 1985 માં યુએસ નાગરિક બન્યા હતા. 2011 માં, એક એવા સમાચાર સામે આવ્યા હતા કે, ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ દ્વારા, રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ગુનાનો ભોગ બનેલા લોકોના ફોન હેક કરવામાં આવ્યા હતા. આ કૌભાંડને કારણે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ અખબાર બંધ થઈ ગયું અને મર્ડોકની પ્રતિષ્ઠા કલંકિત થઈ. મર્ડોકના આઉટલેટ્સ, ખાસ કરીને ફોક્સ ન્યૂઝ, પર ભારે પક્ષપાતી રિપોર્ટિંગ, રૂઢિચુસ્ત દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા અને ઘણીવાર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. ગયા વર્ષે, રુપર્ટ મર્ડોકે તેમની કંપનીની તમામ બાગડોર તેમના પુત્ર લચલાનને સોંપી દીધી હતી અને બાદમાં ફોક્સ અને ન્યૂઝ કોર્પ બંનેના માનદ અધ્યક્ષ તરીકેની ભૂમિકા સંભાળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application