દિલ્હી-ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. શનિવાર અને રવિવારે દેશના અનેક રાજ્યોમાં વિક્રમનજક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદ અંગે એલર્ટ પણ જારી કરી છે પશ્ચિમ બંગાળમાં સતત વરસાદને પગલે દુર્ગા પૂજા માટે મૂર્તિઓ બનાવી રહેલા મૂર્તિકારોની ચિંતા વધી છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે બિહારમાં ગતરોજ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી છે.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. બિહારનાં સુપૌલનાં બસુઆમાં 29 સેમી અને મધેપુરાના સિહેશ્વરમાં વિક્રમજનક 23 સેમી વરસાદ પડયો હતો. મધ્ય મહારાષ્ટ્રમાં આજે પણ વિક્રમજનક વરસાદ પડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહમદનગરના ચાસમાં 16 સેમી અને જલગાંવના એરંડોલમાં 8 સેમી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ મરાઠાવાડના માનવતમાં 13 સેમી અને પાથરીમાં 11 સેમી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંકણ અને ગોવાના વિભિન્ન વિસ્તારોમાં પણ આજે વરસાદ પડયો હતો.
તેલંગણાના પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો. આ ઉપરાંત કેરળ અને તમિલનાડુમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ દેશના વિભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઝારખંડમાં બે સ્થાનિક ટીમો વચ્ચે રમાઇ રહેલી ફૂટબોલની મેચ દરમિયાન વીજળી પડતા બે દર્શકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આગમી દુર્ગા પૂજા માટે મૂર્તિઓ બનાવી રહેલા મૂર્તિકારોની પણ ભારે વરસાદને કારણે ચિંતા વધી ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500