રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા "PurneshModi" એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે.
"PurneshModi" એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કેવી રીતે કરશો?
- એન્ડ્રોઇડ ફોનમાં ‘Purnesh Modi’ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઓપન કરો.
- ત્યારબાદ ત્યાં આપેલ Add suggestion ઓપન કરવું.
- ફોર્મ ખુલતા તેમાં નામ, નંબર, પીનકોડ, સરનામું, લેન્ડમાર્ક, તાલુકા, જિલ્લાની જેવી સંપૂર્ણ વિગત ભરો.
- વર્ણન ઓપ્શનમાં આપની ફરિયાદને વિસ્તૃતમાં લખો.
- વિગત સબમિટ કરો.જરૂર પડ્યે ફોટો પણ અપલોડ કરો.
- આપની ફરિયાદ વિભાગ સુધી પહોંચી જશે.
- આપની ફરિયાદનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application