Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન તા.23નાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે : દિવાળી પર્વે અયોધ્યામાં 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે

  • October 22, 2022 

ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળી પર્વની ઝળહળતી ઉજવણી કરવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પણ 16 ફ્લોટ સાથેની શોભાયાત્રા નિકળશે. જેમાં રામ જન્મભૂમિ મંદિરનાં તેમજ કાશી કોરિડોરનાં મંદિરનો પણ સમાવેશ થાય છે. આ શોભાયાત્રા આખા અયોધ્યાના રસ્તાઓ પર ફરશે. તમામ ફ્લોટમાં રામાયણને લગતી થીમ સાથેનું ડેકોરેશન કરવામાં આવશે. આજે આ શોભાયાત્રાનું રિહર્સલ કરવામાં આવી રહ્યુ છે. તારીખ 23 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી પણ અયોધ્યાની મુલાકાત લેવાના છે અને રામ લલાનાં દર્શન કરવાના છે.




ત્યાર પછી તેઓ મંદિરનાં બાંધકામની સાઈટનું નિરિક્ષણ કરવાના છે. સાંજે સાડા છ વાગ્યે સરયૂ નદીનાં તટે આરતી યજાવાની છે અને તેમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. એ પછી રામજીની પેડી પર દિપોત્સવમાં પણ તેઓ ભાગ લેશે અને સાત વાગ્યે તેઓ ડિજિટલ આતશબાજી નિહાળશે. આ વખતે દિવાળી પર્વે અયોધ્યામાં 17 લાખ દિવડા પ્રગટાવવામાં આવશે. ગયા વર્ષે નવ લાખ દિવડાની જ્યોતથી અયોધ્યા રોશન થયુ હતુ. આ વર્ષે દિવડાની સંખ્યા લગભગ બમણી થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application