Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસ દરમિયાન અમેરિકન સંસદમાં સંબોધન કરશે

  • June 08, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાનાં અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ રિપબ્લિક નેતા મિચ મૈકકૉનેલ અને પ્રતિનિધિ સભાના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝને આભાર વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતને અમેરિકા સાથેની તેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે, જે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, લોકો વચ્ચેના મજબૂત સંબંધો અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલ છે.




વડાપ્રધાન મોદી તારીખ 22 જૂને અમેરિકી કોંગ્રેસનાં સંયુક્ત સત્રમાં સંબોધન કરશે. અમેરિકી કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન મોદી ભારતના ભવિષ્ય અંગે પોતાના વિચારો રજુ કરશે અને બંને દેશો સમક્ષ વર્તમાન વૈશ્વિક પડકારો પર સંબોધન કરશે. રાષ્ટ્રપતિ જો બાયડેન તારીખ 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે. ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિ ભોજનમાં સામેલ થશે. અમેરિકી કોંગ્રેસ નેતાઓએ એક નિવેદન કહ્યું હતું કે, અમેરિકી પ્રતિનિધિ સભા અને અમેરિકી સેનેટના દ્વિપક્ષીય નેતૃત્વ તરફથી આપને (પ્રધાનમંત્રી મોદીને) તારીખ 22 જૂન ગુરુવારે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવા એ અમારા માટે સન્માનની વાત છે.




જૂન 2016 બાદ વડાપ્રધાન મોદી બીજી વખત અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે. આ સાથે જ વડાપ્રધાન મોદી આ બેઠકમાં બીજી વખત સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન બનશે. રાજીવ ગાંધી 13 જૂન-1985માં અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા પ્રથમ વડાપ્રધાન હતા. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 19 જુલાઈ 2015માં, અટલ બિહાર વાજપાઈએ 14 સપ્ટેમ્બર-2000માં, પી.વી.નરસિંહ રાવે 18 મે-1994માં સંયુક્ત સત્રમાં સંબોધન કર્યું હતું.




જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં સંયુક્ત સત્રમાં પ્રથમવાર સંબોધન કર્યું હતું અને હવે તેઓ આગામી 22 જૂને બીજીવાર સંયુક્ત સત્રને બીજીવાર સંબોધન કરશે અને આ સાથે જ તેઓ અમેરિકી સંયુક્ત સત્રમાં સંબોધન કરનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બની ઈતિહાસ રચશે. વૈશ્વિક સ્તરે જોઈએ તો, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે (1941, 1943 અને 1952) અને ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ (1996, 2011 અને 2015)એ અમેરિકી સંયુક્ત સત્રમાં 3-3 વખત સંબોધન કર્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ પણ 2 વાર સંબોધન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application