વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતરોજ અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યા અનેક મોટી હસ્તિઓને મળ્યા હતા. ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીએ ટેસ્લા અને સ્પેસ એક્સના સી.ઈ.ઓ. ઈલોન મસ્ક સાથે વાતચીત કરી હતી. ઈલોન મસ્કે કહ્યું કે, વડાપ્રધાન હંમેશા રોકાણ માટે પ્રેરિત કરે છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં એક નવા વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ઉભરી રહ્યું છે. ઘણી મોટી અમેરિકન કંપનીઓ હવે ચીનને બદલે ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એપલ અને ગૂગલ બાદ હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનું નામ જોડાવા જઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અમેરિકાનાં પ્રવાસનાં પહેલા દિવસે વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મળ્યા હતા. ટેસ્લાનાં સી.ઈ.ઓ. ઈલોન મસ્કનું કહેવું છે કે, તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે. તેમણે કહ્યું કે, શક્ય તેટલું જલ્દી રોકાણ કરવામાં આવશે. ઈલોન મસ્કે તેમની કંપનીના આ નિર્ણયની જાણકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી, જેઓ હાલ અમેરિકાના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો, ખાસ કરીને રોકાણના સંદર્ભમાં તેમની અમેરિકન મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા અમેરિકન ઉદ્યોગપતિઓ અને સીઈઓને મળ્યા હતા અને આ સંબંધમાં ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આ સાથે મસ્કે એ પણ જણાવ્યું કે, તે આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે. મસ્કે વધુમાં કહ્યું હતું કે, હું આવતા વર્ષે ફરી ભારત આવવાનું વિચારી રહ્યો છું. મને આશા છે કે અમે ટૂંક સમયમાં ભારતમાં પણ સ્ટારલિંક લોન્ચ કરીશું. મને લાગે છે કે સ્ટારલિંક ઇન્ટરનેટ ભારતના ગ્રામીણ અને દૂરનાં વિસ્તારોમાં લોકોને મદદ કરશે તેમજ આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારતમાં ટેસ્લા માટે જગ્યાની પુષ્ટિ કરશે. વડાપ્રધાન ઘણા વર્ષો પહેલા ટેસ્લાના પ્લાન્ટમાં આવ્યા હતા જ્યાં અમે મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500