Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુક્રેન ઉપર હાઈપર સોનિક મિસાઈલ્સ નાંખવાની પ્રમુખ પુતિને ધમકી આપી

  • November 30, 2024 

રશિયાએ યુક્રેનની પાવરગ્રીડ તોડી નાંખ્યા પછી માત્ર થોડા જ કલાકોમાં યુક્રેન ઉપર હાઈપર સોનિક મિસાઈલ્સ નાંખવાની પ્રમુખ પુતિને ધમકી ઉચ્ચારી છે. યુક્રેનની પાવરગ્રીડ તોડી પાડવામાં આવી હોવાથી ૧૦ લાખથી વધુ લોકો વીજળી વગરના રહ્યાં છે. ગુરૂવારે રશિયાએ ૯૦થી વધુ મિસાઈલ્સ અને ૧૦૦થી વધુ ડ્રોન દ્વારા યુક્રેન ઉપર હુમલા કર્યા હતા. આ માટે કારણ આપતાં રશિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુક્રેને તેના પ્રદેશમાં પશ્ચિમે આપેલાં શસ્ત્રાસ્ત્રોથી હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને આશરે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યાં છે.


બંને દેશો નવાં નવાં શસ્ત્રો દ્વારા એકબીજાને મ્હાત કરવા પ્રયત્નો કરી રહ્યાં છે. અને નવ નિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તાનાં સૂત્રો ગ્રહણ કરે તે પૂર્વે ફેંસલો લાવવા બંને રશિયા અને યુક્રેન મથી રહ્યાં છે. પ્રમુખ પુતિન અત્યારે કાઝાખિસ્તાન મુલાકાતે છે. પુતિને આ ધમકી કાઝાખિસ્તાનનાં પાટનગર સાસાનામાં ઉચ્ચારી હતી. અહીં યોજાયેલી પ્રેસ-કોન્ફરન્સમાં માહિતી આપતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે અમે ત્યાં હાઇપર સોનિક મિસાઈલ્સ નહીં વાપરીએ તેમ હું કહેતો નથી. રશિયાએ પ્રમુખના મહેલ સિવાય કીવનાં લગભગ તમામ મકાનો તોડી પાડયાં છે. જોકે તેણે પ્રમુખનો મહેલ કે સંસદભવન કે તેના કેબિનેટ મંત્રીઓના નિવાસસ્થાનો ધરાવતો વિસ્તાર બાકાત રાખ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application