બારડોલી તાલુકાનાં બાબેન ગામની વંદના નગર સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા મુળ મહારાષ્ટ્રના વતની રાહુલભાઈ માળીની પત્ની પલ્લવીબેન માળીએ કોઈક કરાણસર મંગળવારે પોતાના ઘરે રૂમમાં છતની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના બનાવથી ભારે ચકચાર મચી હતી. જોકે મરનાર ૨૫ વર્ષીય પલ્લવીબેન સગર્ભા હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બાબેન ગામનાં વંદના નગર સોસાયટી મકાન નં.એ/૮૪માં રહેતા રાહુલભાઈ લુટનભાઈ માળી (ઉ.વ.૨૬) ડ્રાઈવિંગનું કામ કરે છે. તેઓ મુળ નેરબધાને તા.સાંકરી, જિ.ધુલીયા મહારાષ્ટ્રનાં રહીશ છે. તેની પત્ની પલ્લવીબેન માળી (ઉ.વ.૨૫) ઘરમાં એકલા હતા ત્યારે કોઈક કારણસરા ઘરના આગળ પાછળના દરવાજા અંદરથી બંધ કરી તેના રૂમમાં જઈ તેના પર ચઢીને છતની એંગલ સાથે ઓઝણી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનાર પલ્લવીબેન માળી પોતે દોઢેક માસથી સગર્ભા હતા. બનાવ અંગે બારડોલી ટાઉન પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application