પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો જેમાં એક હાઈસ્પીડપેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. આ માહિતી લોકલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. આ પેસેન્જર બસ તુર્બતથીબલુચિસ્તાનપ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ 700 કિમી દૂર વાશુક નગર પાસે કોતરમાં પડી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દુર્ઘટના બાબતે મળતી માહિતી મુજબ એક પેસેન્જરબસનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 28 લોકોના મોત થયા છે અને લગભગ 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાસિમા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ મૃતકનાપરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે કારણકે જ્યાં ટ્રાફિક નિયમો અને સલામતીનાધોરણોનું પાલન કરવામાં આવતું નથી. અગાઉ 18 મેના રોજ પંજાબના ખુશાબ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડતા એક જ પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 9 લોકો ઘાયલ થયા છે. અગાઉ 3 મેના રોજ ગિલગિટબાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ સાંકડા રસ્તા પરથી લપસીને કોતરમાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 21 અન્ય ઘાયલ થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500