માલાવીના ઉપપ્રમુખ સાઉલોસ ચીલીમા, તેઓનાં પત્ની મેરી અને ચીલીમાંની 'યુનાઇટેડ ટ્રાન્સર્મેશન મુવમેન્ટ (યુટીએમ)નાં 9 હોદ્દેદારોને લઈ જતું વિમાન સોમવારે સવારે 9.17 કલાકથી રડાર ઉપરથી ગૂમ થઈ જતાં તે વિમાન તૂટી પડયું હોવાની આશંકા છે. 'આ વિમાન પાટનગર લિલોન્ગ્વેથી મુઝુઝુ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. વિમાન માલાવી ડીફેન્સ ફોર્સનું વિમાન હતું. માલાવીના પ્રમુખનાં કાર્યાલય તરફથી પ્રસિદ્ધ કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વિમાન સવારના 10.02 વાગે મુઝુઝુ પહોંચવાનું હતું પરંતુ તેનો સંપર્ક તૂટી જતાં પ્રમુખે તુર્તજ તપાસ શરૂ કરવા અધિકારીઓને જણાવી દીધું હતું.
તેમ બીબીસી જણાવે છે આ સમાચાર જાણ્યા પછી ડીફેન્સ ફોર્સીઝના કમાન્ડર અને માલાવીના પ્રમુખ લેઝારસ ચકવેરાએ બાહમાઝ જવાનું નિવાર્યું હતું. આ અંગે પ્રમુખનાં કાર્યાલયે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જે કંઈ કાર્યવાહી થઈ રહી છે, અને થશે, તે વિષે જનતાને રજેરજની માહિતી આપવામાં આવશે. માલાવી સેના પ્રમુખ જનરલ વેલેન્ટીનો ફીરીએ પ્રમુખ લેઝારસને જણાવ્યું હતું કે, એ વિમાન કેમ ગૂમ થઈ ગયું તે વિષે હજી કશી માહિતી મળી નથી. ચીલીમા પૂર્વ કેબિનેટ મંત્રી, રાલ્ફ કાસામ્બરાની અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
2014થી ઉપપ્રમુખપદે રહેતા ચીલીમા યુનિવર્સિટી ઓફ બોલ્ટનની પી.એચડીની ડીગ્રી ધરાવતા હતા. જે મેનેજમેન્ટ નોલેજની હતી. તેઓ યુનિવર્સીટી ઓફ માલાવીની સોશ્યલ સાયન્સીઝ કોમ્પ્યુટર સાયન્સ અને ઈકોનોમિક્સમાં બેચલરની ડીગ્રી ધરાવતા હતા. 2014માં પહેલીવાર ઉપપ્રમુખ બન્યા. બીજીવાર 2020માં ઉપપ્રમુખપદે ચૂંટાયા હતા. દક્ષિણ આફ્રિકામાં આવેલાં ન્યાસા સરોવરની ફરતાં રહેલા આ રાષ્ટ્રનું પહેલાં 'ન્યાસા-લેન્ડ' નામ હતું. બ્રિટિશ શાસન નીચે હતું. આ ન્યાસા સરોવરમાંથી જ જગન્માતા 'નીલ' (નાઈલ)નો ઉદ્ગમ થાય છે. તે આશરે 4000 માઇલ (6,695 કી.મી.) કાપી ઈજીપ્તમાં ઉત્તર કાંઠે ભૂમધ્ય સમુદ્રમાં મળે છે. વિશ્વની તે સૌથી લાંબી નદી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500