પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 નવેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સંકુલમાં સ્વામી વિવેકાનંદની આદમકદ પ્રતિમાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
સ્વામી વિવેકાનંદનું દર્શન અને મિશન આજે પણ દેશના યુવાનોને પ્રેરણા આપે છે અને ભારતને આવા મહાન વ્યક્તિત્વનું ગૌરવ છે કે જેમણે વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રીએ હંમેશા કહ્યું છે કે સ્વામી વિવેકાનંદના આદર્શો આજે પણ એટલા સુસંગત છે, જેટલા તે સ્વામીજીના જીવન દરમિયાન હતા.
પ્રધાનમંત્રીએ પોતે વારંવાર ભાર મૂક્યો છે કે જનતાની સેવા કરવી અને રાષ્ટ્રના યુવાનોને સશક્ત બનાવવું એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તેમજ દેશની વૈશ્વિક છબીને વધારે છે. ભારતની સમૃદ્ધિ અને શક્તિ તેના લોકોમાં છે અને તેથી બધાને એકસાથે સશક્ત બનાવવા એ રાષ્ટ્રને આત્મનિર્ભર ભારતનું ગૌરવપૂર્ણ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં લઈ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500