Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું નિધન થયું

  • September 28, 2024 

ઓસ્કાર વિજેતા હોલિવુડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું 89 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. અભિનેત્રી તરીકે 70 વર્ષ લાંબી કારકિર્દીમાં સ્ટેજ અને સ્ક્રીન પર તેમણે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. તેમણે ઓથેલોમાં લોરેન્સ ઓલિવિયર સાથે અભિનયથી લઈને હેરી પોટર અને ડાઉનટન એબી સુધીની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કર્યું છે.

મેગી સ્મિથે 1969ની ફિલ્મ 'ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી' માટે ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો. મેગી સિસ્મિથના બે પુત્રોએ તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ક્રિસ લેર્કિંગ અને ટોબી સ્ટિક્સે જણાવ્યું કે, મેગી સ્મિથે લંડનની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સ્મિથનો જન્મ 1934માં પૂર્વ લંડનના ઉપનગર ઈલફોર્ડમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના થોડા સમય પહેલા પરિવાર ઓક્સફોર્ડ ગયો હતો. જ્યાં, તેના પિતા ઓક્સફોર્ડ યુનિ.માં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યાં હતાં. હાઈસ્કૂલમાં અભ્યાસ બાદ સ્મિથે 1951થી 1953 સુધી ઓક્સફોર્ડ પ્લેહાઉસ સ્કૂલમાં હાજરી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application