નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇ-વે પર બોરઠા-નવલપુર ગામની સીમમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી જતા 3 જેટલા મુસાફરો ને ઈજા પહોચી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇ-વે પર બોરઠા-નવલપુર ગામની સીમમાં આવેલ રસ્તા પર હંસ ટ્રાવેલ્સની બસ નંબર યુપી/75/એમ/6050 નો ચાલક મોહનલાલ બાબુલાલ રાણે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા બસ કંડકટર સાઇડે રોડની નીચે ઉતારી ખાડામાં પલ્ટી થઇ હતી.
આ બસમાં અલગ-અલગ જગ્યાએથી બેસેલ 25 જેટલા પેસેન્જરો પૈકી (1) પોખરાજભાઇ જેઠાસિંગ ચૌહાણ (ઉ.વ.31) રહે,ખીમખેડા ગાવ છાપલી તા.ભીમ જી.રાજસમર (રાજસ્થાન) નાઓને જમણા હાથ ના ખંભા પાસે તથા ડાબી આંખ તથા નાકના ડાબા ભાગે ગંભીર ઇજાઓ તથા (2) સંગમભાઇ ચોહરજીભાઇ કુશવાહ (ઉ.વ.50) રહે.નરહદપુર ગાવ પો.દેતાપુર તા.કુલપુર જતી જી.અલ્હબાદ (ઉતરપ્રદેશ) નાઓને નાકના ભાગે તથા છાતીના ભાગે તથા ડાબા પગના ઘૂંટણ પાસે ઇજાઓ તથા (3) આદિત્યભાઇ એમનારાયણભાઇ ત્રીવેદી (ઉ.વ.25) રહે,પરરાવા (ઉતરપ્રદેશ) સહિત બસ ચાલકને શરીરે ઇજાઓ પહોચી હતી,
બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મુસાફર વિજયસિંગભાઇ શિવપુજનભાઇ રહે,અલાહાબાદ-યુપી નાઓની ફરિયાદના આધારે બસ ચાલક મોહનલાલ બાબુલાલ રાણે વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application