Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મેન્સ જેવલિન થ્રો રેન્કિંગમાં નીરજ ચોપરા વિશ્વનો નંબર-1 ખેલાડી બન્યો

  • May 23, 2023 

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વમાં ફરી એકવાર ભારતનું નામ ઊંચું કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી હાલની મેન્સ જેવલિન થ્રો રેન્કિંગમાં તે વિશ્વનો નંબર-1 ખેલાડી બની ગયો છે. નીરજ ચોપરાએ પોતાના કરિયરમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપરાએ આ મામલે ગ્રેનાડાનાં દિગ્ગજ જેવલિન એથ્લીટ એન્ડરસન પીટર્સને પાછળ છોડી દીધો છે. નીરજ ચોપરા હાલમાં 1455 પોઈન્ટ્સ સાથે નવીનતમ વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં ટોપ પર છે, જ્યારે એન્ડરસન પીટર્સ 1433 પોઈન્ટ સાથે વિશ્વના બીજા નંબરનો જેવલિન થ્રો કરનાર ખેલાડી છે.






તે નીરજથી 22 પોઈન્ટ પાછળ છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. ગત વર્ષે 30 ઓગસ્ટનાં રોજ 25 વર્ષીય નીરજ વર્લ્ડ રેન્કિંગમાં બીજા નંબરે પહોંચ્યો હતો. પરંતુ ત્યાર બાદ તે પીટર્સથી આગળ નીકળી શક્યો ન હતો. જોકે તેણે આગલા જ મહિને ઝુરિકમાં ડાયમંડ લીગ 2022ની ફાઇનલમાં જીત મેળવી અને ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો અને 5 મેના રોજ તેણે 88.67 મીટર જેવલિન થ્રો કરીને દોહા ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. જેના કારણે તે નંબર-1 જેવલિન થ્રો કરનાર ખેલાડી બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application